Western Times News

Gujarati News

વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્રએ 3 વર્ષમાં ગુજરાતને રૂ.૪૩૬૯ કરોડ આપ્યા

(એજન્સી)ગાંધીનગર, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશકિત અભીયાન હેઠળ ગુજરાત રાજયને રૂ૪.૩૬૯ કરોડ આપ્યા છે. તેમ કેન્દ્રીય જળશકિત રાજયમંત્રી રાજભુષણ ચૌધરીએ રાજયસભાના સાંસદ પરીમલ નથવાણીને એક પ્રશ્નના ઉત્તરમાં આ માહીતી આપી હતી.

તેમણે જણાવયું હતું કે અટલ મીશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત ર.૦ હેઠળ ગુજરાત માટે જળાશયોમાં નવસર્જન માટે રૂ.૬પ૧ કરોડના ખર્ચે ૧૮૮ પ્રોજેકટને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. જયારે વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનેટ ઓફ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળળ કેન્દ્રે છેલ્લા ત્રણેક વર્ષમાં ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ ર૧૮ કરોડ આપ્યા છે.

જળશકિત રાજયમંત્રીએ એવી પણ વિગતો આપી હતી કે, જળશકિત અભીયાન કેચ ધ રેઈન પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ર,૮પપ જળસંચયને અને વરસાદી પાણીના સંગ્રહના કામો પુર્ણ થઈ ચુકયા છે. તેમજ ૩,૩૦પ પરંપરાગત જળાશયોનું નવસર્જન કરાયું છે. તથા ૬,૦૦૯ પુનઃ વપરાશ તથા રીચાર્જ માળખાની સ્થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના ૧પ,૮૪૮ કામો પુર્ણ કરાયા છે.

વરસાદી પાણીના સંગ્રહ દ્વારા જળસંચય સરકારની સર્વોચ્ચ પ્રાથમીકતામાં સામેલ છે. તેમ કહીને મંત્રીએ ઉમેયું હતું કે, પાણી એ રાજય સરકારનો વિષય હોવાથી ટેકનીકલ અને નાણાંકીય સહાયતા દ્વારા રાજયો કેન્દ્રો શાસીત પ્રદેશોના પ્રયાસોને કેન્દ્ર સહાયરૂપ થાય છે. અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફર્મેશન અમૃત અઅને અમૃત ર.૦ મીશન માટે રૂ.૭૭,૬પ૦ કરોડના મંજુર કરાયેલા પ્લાનમાંથી રૂ.૩૯,૦૧૧ કરોડ જેટલી નોધપાત્ર રકમ પાણી પુરવઠા સેકટર માટે ફાળવાઈ છે.

અત્યાર સુધીમાં હાઉસીગ અને શહેરી બાબતોના મંત્રાલયે આશરે ૧,૧૩,૩પ૮.૪૪ કરોડનો ખર્ચ ધરવાતા ૩,પ૪૩ પાણી પુરવઠા પ્રોજેકટસને મંજુરી આપી દીધી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.