વરસાદે વિરામ લેતાની સાથે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો
વડોદરામાં સપ્ટેમ્બર મહિનાનો ગરમીએ રેકોર્ડ તોડ્યો
અમદાવાદ શહેરમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે
અમદાવાદ, રાજ્યોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જાેકે હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે, પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એટલે કે, રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બીજી બાજુ રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન છે.
આ સાથે જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન પણ વધી ગયું છે. કહેવાય છે કે, ભાદરવા મહિનામાં આકરો તાપનો એહસાસ થાય છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૭° પહોંચ્યું છે અને સૌથી ગરમ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ૩૬ ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે.
પરંતુ છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે તેનો રેકોર્ડ આ વર્ષે સપ્ટેમ્બરમાં તોડી દીધો છે. ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં એટલે કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વડોદરાનું તાપમાન ૩૭ ડિગ્રી પહોંચ્યું છે. તો ૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં ૩૨ ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
૨૦૨૦માં ૩૬.૬ ડિગ્રી, ૨૦૧૯ના સપ્ટેમબરમાં ૩૪.૬ ડિગ્રી, ૨૦૧૮માં ૩૬.૮ ડિગ્રી, ૨૦૧૭માં ૩૬ ડિગ્રી, ૨૦૧૬માં ૩૬.૫ ડિગ્રી, ૨૦૧૫માં ૩૮.૫ ડિગ્રી, ૨૦૧૪માં ૩૬.૮ ડિગ્રી અને ૨૦૧૩માં ૩૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.ગુજરાતમાં વડોદરા સહિત અન્ય શહેરના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તો સુરતમાં ૩૫ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૩૪.૩ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.ચાલુ વર્ષે ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ નોંધાયો અને ગરમીનો પણ રેકોર્ડ નોંધાયો. જાેકે, ક્લાયમેન્ટ ચેન્જની અસર વાતાવરણ અને ઋતુઓ પર પડી રહી છે. ચાલુ વર્ષે વરસાદ સારો થયો તેમ છતાં વાતાવરણમાં ઠંડક અનુભવાતી નથી. વરસાદ વિરામ લેતા જ બફારો અને ગરમીનો અનુભવ થવા લાગે છે.ss1