વરસાદ ખેંચાતા પ્રાંતિજ ખાતે ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી વાજતે-ગાજતા વરઘોડો કાઢયો
નાનીભાગોળ અને યોગેશ્વર સોસાયટી ની મહિલા દ્વારા ઢુંઢીયા બાવજી ની મૂર્તિ બનાવી પાણી થી ભીજાવી વરસાદ ની માગ કરી –શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદા ને પાણીમાં ડુબારવામા આવ્યાં –બાળકીઓ મહિલાઓ દ્વારા ડેગરી-ડેગરીએ પાણી ભરી શિવલીંગને પાણીમાં ડુબાળ્યુ- ઢુંઢીયા બાવજી ની મૂર્તિ ને બોખ માં પધરાવવામાં આવી .
પ્રાંતિજ: ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મેધરાજા રીસામણાં લઈને બેઠો છે તો પ્રાંતિજ ખાતે નાનીભાગોળ તથા યોગેશ્વર સોસાયટી ની મહિલાઓ દ્વારા મેધરાજા ને રીઝવવા ઢુંઢીયા બાવજી ની માટી ની મૂર્તિ બનાવી ઢોલનગારાં સાથે વાજતે-ગાજતા વરઘોડો કાઢયો હતો .
અડધું ચોમાસું વિતી ગયું છતાં મેધરાજા ની હાલ ઉત્તર ગુજરાતમાં પશુ પંખીઓ ખેડૂતો સહિત સોવકોઇ મેધરાજા ની આતુરતાથી રાહ જોવે છે પણ મેધરાજાએ જાણે રીસામણાં લઈને બેઠાં હોય તેવો ને મનાવવા માટે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નાનીભાગોળ તથા યોગેશ્વર સોસાયટી ની મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાવજી ની માટીની મૂર્તિ બનાવી પાણી થી નવડાવી વાજતે-ગાજતા નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે લઇ ગયાં હતાં તો શ્રી માર્કડેશ્વર મહાદેવ દાદા ને પણ ડેગરી-ડેગરીએ પાણી વેડીને નવડાવવામા આવ્યા હતાં અને શિવલીંગ ને પાણીમાં ડુબાળ્યુ હતું અને વરસાદ ની માગ કરી હતી તો માટી ની બનાવેલ ઢુંઢીયા બાવજી ની મૂર્તિ ને મંદિર ની પાછળ આવેલ બોખ માં પાણી માં પધરાવવામાં આવી હતી અને વરસાદ ની માગ કરી હતી અને મેધરાજા પધરામણી કરવા માટે પ્રાર્થના કરી હતી .