વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, જુલાઈ-ઓગષ્ટ મહિનામાં નૈઋત્યનું ચોમાસું સાવર્ત્રિક જાેવા મળેે છે. હાલમાં જુલાઈની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં મેઘરાજાની પધરામણી થઈ નથી. સામાન્ય રીતે ૧૦મી જુલાઈ પછી વરસાદ વરસતો હોય છે. ગુજરાતમાં પાછલા ઘણા વર્ષોથી જુલાઈ-ઓગષ્ટમાં મેઘમહેર વધારે રહે છે. રથયાત્રા દરમ્યાન પણ અમીછાંટણા થતાં હોય છે. ત્યારપછી કેટલીય વખત વરસાદ આવતો જાેય છે.
આગામી નજીકના દિવસોમાં મેઘરાજાની સવારીની પધરામણી જણાતી નથી. હવામાન વિભાગ પણ આ અંગે પોતાની આગાહી કરી ચુક્યુ છે. જાે કે વરસાદી વાદળો છવાઈ જવાથી અસહ્ય ઉકળાટ, બફારાને નાગરીકો મહેસુસ કરી રહ્યા છે.
એક તો ભેજવાળુ હવામાન અને ઉકળાટ, જેને કારણે એસી કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે. અમદાવાદમાં અસહ્ય-બફારા ઉકળાટને લીધે પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેમાં પણ કોરોનાને કારણે ‘માસ્ક’ પહેરવાથી કેવી સ્થિતિ સર્જાય છે તેનો ખ્યાલ તો બહાર કામ અર્થે નીકળતા હોય તેને જ આવી શકે છે.
મેઘરાજાની પધરામણીની શહેરીજનો રાહ જાેઈ રહ્યા છે. અમદાવાદ પર મેઘરાજા હેતથી વરસે એની ચાતક નજરે ઈંતેજાર કરાઈ રહ્યો છે. આમ રાજયમાં જુદા જુંદા ઠેકાણેે વરસાદ હોય ત્યારે અમદાવાદમાં ફાફરી વરસાદ ન હોય એવ અગાઉ જાેવા મળ્યુ છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ સાવર્ત્રિક રીતે સક્રિય થાય તેેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.