વરસાદ માટે ૧૦ દિવસના ઇતઝારની તંત્રની આગાહી
અમદાવાદ: છેલ્લા થોડા દિવસમાં રાજ્યના વિવિધ ભાગમાં મેઘરાજાએ મહેર કરતાં ઠંકડ પ્રસરી હતી. જાેકે, હવે ફરીથી ઉકળાટ અને અસહ્ય ગરમીના દિવસો પાછા આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમ સક્રિય ના થતાં ભારે વરસાદની સંભાવના નહિવત્ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જુલાઈના બીજા અઠવાડિયા બાદ સિસ્ટમ સક્રિય થાય અને સારો વરસાદ આવે તેવી વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદની સંભાવના નહિવત્ દેખાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આઠ-દસ દિવસ સુધી વરસાદ વિરામ લેશે. ૨૯ જૂન પછી મેઘરાજા લાંબો વિરામ લે તેવી સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આમ, લાંબા ગાળાના વરસાદના વિરામથી ખેતીના પાકને અસર પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હવે રાજ્યમાં આગામી દોઢથી બે સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે કહ્યું કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાગ થયો છે. હવે દોઢ સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી,
જેથી ભારે વરસાદની સંભાવના નથી. રાજ્યમાં વરસાદી માહોલ બાદ તાપમાનનો પારો ઘટીને ૩૧ ડિગ્રી નીચે જતો રહ્યો હતો. જેના કારણે ગરમી જતી રહી હોય તેવો અનુભવ લોકોને થયો હતો. જાેકે, વરસાદે વિરામ લેતાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બીજી તરફ નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન ફૂંકાતા બફારાનું પ્રમાણ વધ્યું છે. આમ લોકો અસહ્ય ગરમી અને બફારાથી બેહાલ થયા છે. ત્યારે હજુ આગામી દિવસો દરમિયાન અસહ્ય ગરમી અને બફારો સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાેકે, જુલાઈના બીજા અઠવાડિયામાં ગરમી-બફારાથી રાહત મળશે.