વરસાદ લંબાતા મેઘરાજાને રિઝવવા ઠેર ઠેર હોમ-હવનનું આયોજન
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચાતક નજરે વરસાદની રાહ જાતાં ખેડૂતો માટે આનંદના સમાચાર હવામાન વિભાગ તરફથી જાણવા મળે છે કે આગામી બે દિવસોમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે. તથા સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે ચોમાસું સક્રિય બનશે. વરસાદ લંબાતા તથા જુલાઈ માસ લગભગ પૂરો થવા આવ્યા છતાં હજુ સુધી ઉનાળા જેટલી જ ગરમી તથા બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ખેડૂતો લાચાર બની આકાશ તરફ નજર માંડી મેઘરાજાને રીઝવવા પ્રાર્થના કરી રહ્યા છે.
વરસાદ લંબાતા ઠેર ઠેર વરૂણ દેવની રિઝવવા યજ્ઞો કરવા શરૂ કર્યા છે. તો મુસ્લીમભાઈ-બહેનોએ વરૂણ દેવને રિઝવવા ઈબાદત કરી હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં પણ મેઘરાજાને રીઝવવા માટે માર્કેટ યાર્ડમાં હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વરસાદ લંબાવાને કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓ પરેશાન થઈ ગયો છે. સરકાર પણ ચિંતીત છે.
જા હજુ વરસાદ લંબાશે તો રાજ્યંમા જળસંકટ ઉભુ થવાની દહેશત સેવાઈ રહી છે. જમીનમાંથી પાણીના સ્તરો નીચે ઉતરતા જાય છે. સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી પણ મળતું નથી. શાકભાજીના ભાવો આસમાને ચઢતા જાય છે. મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે. વરસાદન પડવતા ઉભો પાક નાશ પામ્યો છે.
છેલ્લા સમાચાર મુજબ અત્યારે ખેડબ્રહ્મા તથા સાપુતારામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થશે તેમ હવામાન ખાતાના સુત્રો જણાવી રહ્યા છે.