Western Times News

Gujarati News

વરાછાના મિત્રો ક્વૉરન્ટાઇન પરિવારોને ફ્રી ભોજન આપે છે

સુરત: કોરોનાની મહામારીમાં હાલ આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યા હોવાના પણ અનેક કેસો છે ત્યારે હોમ આઈસોલેશન થયેલા લોકો માટે ટીફીનસેવા શરૂ કરવામાં આવી છે. અને આ સેવા શરુ કરાઈ છે હીરા કારીગર દ્વારાજેમાં ૧૪ દિવસ સુધી એ પરિવાર માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ટીફીન ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યું છે. વરાછાના આ ગ્રુપ દ્વારા આખા સુરતમાં હાલમાં રોજની ૧૨૦૦થી વધુ થાળીની સેવા કરવામાં આવી રહી છે. કેટરિંગના વ્યવસાય ધરાવતા આ મિત્રોએ પોતાના રેસ્ટોરંટમાંથી ફ્રી ભોજન પહોંચડાવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. પોતાનાં પરિવાર પર વીતેલા એ કાળા દિવસોને જાેતા આ યુવાને શહેરીજનોની મદદ માટેનો વિચાર આવ્યો હતો. જાે કે આ માટે તેઓએ કોઈ પણ પ્રકારનું દાન પણ લીધું નથી

પોતે અને મિત્રોએ બચાવેલા પૈસા માટે આ સેવાકીય કાર્ય કરાઈ રહ્યું છે. કેટરર્સનું કામ કરનારા મગન કોલડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ જમવામાં દેશી ગુજરાતી જમવાનું અને એ પણ ઘર જેવો સ્વાદ આપ છે. જેમાં તેઓ દાળ-ભાત, શાક-રોટલી-સલાડ આપે છે તેઓને માત્ર મીની બજાર નહીં, પણ શહેરના અડાજણ, રાંદેર સહિતના વિસ્તારો આવરી લેવાયા છે, અને તેઓની રોજની બે હજાર ઇન્ક્‌વાયરી આવે છે. પહેલા દિવસે ૯૮૦ લોકોને ભોજન આપ્યું છે.

આ સેવામાં જાેડાવા માટે પાટીદાર ડીશ વરાછાનો સંપર્ક કરવાથી વધુ માહિતી મળી શકે છે. કોરોનાએ સમગ્ર સુરતને બાનમાં લીધું છે. અને હવે તો શહેરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યા છે. આવા કપરા સમયમાં એક બીજાની મદદની ખાસ જરૂર છે. ત્યારે જે લોકોનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત છે અને ઘરમાં કોઈ રસોઈ બનાવી શકે તેમ નથી. જેને લઈને ખાવાનો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે આ બધા વચ્ચે શહેરમાં એક યુવાન ધ્વારા માત્વ્તાનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે.

સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોચાડી રહ્યા છે. વરાછા રોડ હરીશનગરમાં રહેતા કિશોર ત્રાપસિયા હીરાની ઓફિસમાં કામ કરે છે. આ કોરોના કાળમાં તેઓના પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર નહોતું. જાે કે હાલની પરિસ્થિતિમાં પણ કઈક આવું જ દ્રશ્ય સમગ્ર શહેરમાં જાેવા મળી રહ્યું છે. ત્યારે કિશોરભાઈ ધ્વારા શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોંચાડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.