વરાછામાં ‘કપલ બોક્સ’ પર દરોડા પાડી એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત કરાઇ
સુરત: સુરતમાં લાંબા સમયથી કોફી શોપના નામે યુવક અને સગીર છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યા આપવાનો વેપલો ખીલ્યો છે. આજે શહેરના મોટા વરાછામાં ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં ૧૦ કરતાં વધુ કપલની પોલીસે અટકાયત કરી છે.
સુરતમાં આવા કપલ બોક્સનો વેપલો ખૂબ ખીલ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરાંમાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધા શરૂ રાખવાની ગાઇડલાઇન વચ્ચે પણ વરાછાના એક મૉલમાં આવેલા કપલ બૉક્સ પર પોલીસ ત્રાટકી હતી.અહીયા કોફી બીન કોફી શોપમાં કપલ બૉક્સ એક્ટિવ હતું અને ૧૩ વર્ષથી લઈને ૧૮ વર્ષની ઉંમરના છોકરા-છોકરીઓ એકઠા થયા હતા. આ વિસ્તારમાં પોલીસે દરોડા ભાગતા રસ્તા પર પણ લોકોના ટોળેને ટોળા એકઠા થયા હતા.
જાેકે, સુરતમાં અહીંયા ફક્ત એજ જગ્યાએ આવા કપલ બોક્સ ચાલું છે તેવું નથી પરંતુ પોલીસની છીંડે ચઢ્યો તે ચોર અને આમ પણ કોરોનાના સંક્રમણમાં હોટલ રેસ્ટોરાંમાં ટેકહોમનો ઑપ્શન જ શ્રેષ્ઠ હોવા છતાં ભીડ એકઠી કરવી પણ યોગ્ય નથી આજે અમરોલી પોલીસે મોટાા વરાછા ખાતે પાડેલા જેટલા દરોડામાં ૭ જેટલી કિશોરીઓને અટતાયત કરવામાં આવી છે જ્યારે અન્ય યુવકોની અટકાયત કરવામાં આવી છે.
આવા કપલ બૉક્સ અંગે પોલીસને ફરિયાદ મળી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.જાેકે, શોપના બોર્ડ મુજબ તો આ છોકરા છોકારીઓ ‘કોફી પીવા’ જ આવ્યા હશે પરંતુ ‘કપલ બોક્સ’ની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની પોલીસને આશંકા છે. હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જાેવું રહ્યું