Western Times News

Gujarati News

વરિષ્ઠ અધિકારી દિનકર ગુપ્તાને એનઆઇએના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

નવીદિલ્હી, ભારતીય પોલીસ સેવા આઇપીએસના વરિષ્ઠ અધિકારી દિનકર ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. ગુપ્તા પંજાબ કેડરના ૧૯૮૭ બેચના આઈપીએસ અધિકારી છે.

કેબિનેટની નિમણૂક સમિતિએ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી એટલે કે તેમની નિવૃત્તિની તારીખ સુધી એનઆઇએના મહાનિર્દેશક તરીકે ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી છે.

અન્ય એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાગત દાસને ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દાસ છત્તીસગઢ કેડરના ૧૯૮૭ બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે તૈનાત છે. દાસને તેમની નિવૃત્તિની તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૪ સુધી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીયછે કે આ પહેલા દિનકર ગુપ્તા પંજાબના ડીજીપીનું પદ સંભાળી ચુક્યા છે. ગુપ્તા, ૧૯૮૭ બેચના આઇપીએસ અધિકારી અને તે જ બેચના અન્ય ત્રણ અધિકારીઓમાં સૌથી વરિષ્ઠ છે જેમના નામ આ સપ્તાહની શરૂઆતમાં ટોચના પદ પર નિમણૂક માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા સૂચવવામાં આવ્યા હતા.

ગુપ્તા લાંબા સમયથી પંજાબમાં છે, તેઓ લગભગ ૭ વર્ષથી પંજાબના લુધિયાણા, જલંધર અને હોશિયારપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રહ્યા છે. ગુપ્તાએ આ પડકાર એવા સમયે લીધો હતો જ્યારે પંજાબમાં આતંકવાદ એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યો હતો.

પંજાબમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે કામ કરતી વખતે, તેમણે તેમની પત્ની હેઠળ પણ કામ કર્યું. દિનકર ગુપ્તાના પત્ની વિની મહાજન તત્કાલીન પંજાબ સરકારના મુખ્ય સચિવ તરીકે કામ કરતા હતા. એક સમય એવો આવ્યો છે જ્યારે પંજાબના સૌથી મહત્વપૂર્ણ પદોની જવાબદારી પતિ-પત્ની બંનેના ખભા પર હતી.

કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે પતિ-પત્ની કોઈ રાજ્યના સર્વોચ્ચ પદ પર રહ્યા હોય. વિની મહાજન પંજાબના પ્રથમ મહિલા સચિવ બન્યા છે. નોંધનીય છે કે પતિ અને પત્ની બંને ૧૯૮૭ બેચના ઓફિસર છે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.