વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક એ કે ભાદુરીનું ચેન્નાઇમાં નિધન

ચેન્નાઇ, વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ના ભૂતપૂર્વ ડિરેક્ટર અરુણ કુમાર ભાદુરીનું ચેન્નઈ નજીક કલ્પક્કમ ખાતે નિધન થયું હતું. તેઓ ૬૩ વર્ષના હતા આઇજીસીએઆરના એક સૂત્રએ જણાવ્યું કે, “ડૉ. ભાદુરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.
ભાદુરીએ ‘ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ’ પર સંશોધન કર્યું હતું અને જુલાઈ ૨૦૧૬ થી ઓગસ્ટ ૨૦૨૧ સુધી આઇજીસીએઆરના ડિરેક્ટર હતા. નિવૃત્તિ બાદ તેમને રાજા રામન્ના ફેલોશિપ આપવામાં આવી હતી.
ભાદુરીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૯૫૯ના રોજ થયો હતો અને ૧૯૮૩માં મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને ૧૯૯૨માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુરમાંથી પીએચડી પૂર્ણ કર્યું હતું.HS