વરુણ ધવનની “કુલી નંબર-૧” લોકોને પસંદ ન આવી
મુંબઈ: વર્ષ ૧૯૯૫માં ડેવિડ ધવને ગોવિંદા, કરિશ્મા કપૂર, શક્તિ કપૂર અને સદાશિવ અમરાપુરકર જેવા મંજાયેલા કલાકારો સાથે કુલી નંબર ૧ બનાવી હતી. ૨૦૨૦માં ફરી એકવાર ડેવિડ ધવન એ જ સ્ટોરી લઈને આવ્યા છે. આ ફિલ્મ રિમેક છે પરંતુ ડેવિડ ધવન અથવા તો તેના લેખક સાથી રુમી જાફરીએ સ્ટોરી બદલવાની જરાપણ જહેમત ઉઠાવી નથી.
સ્ટોરી એવી જ છે. એક પંડિત છે. જે એક અમીર વ્યક્તિના અભિમાનને તોડવા ઈચ્છે છે. તે એક કૂલી છે જેને એક અમીર યુવતી સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે. પંડિત અને કૂલી સાથે મળીને જૂઠ પર જૂઠ બોલતા જાય છે. એક જ વ્યક્તિનો ડબલ રોલ બતાવીને કોમેડી કરે છે.
અંતમાં ગુમાન તૂટે છે પ્રેમ મળે છે અને હેપ્પી એન્ડિંગ થાય છે. ડેવિડ ધવન અને તેના સ્ક્રિનપ્લે રાઈટર રુમી જાફરીએ ૧૯૯૫ની ફિલ્મને ૨૦૨૦માં ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પહેલી ફિલ્મથી વધારે મોટું ઘર, મોટી ગાડી, ધમાકેદાર ડાન્સ, હાઈ પિચ મ્યૂઝિક અને આજના સમયના હિસાબે કેટલાક ડાયલોગ્સ.
કુલ મળીને ૨૦૨૦ની ‘કૂલી નંબર ૧’માં જૂની બોટલમાં નવો દારુ છે. વરુણ ધવને આ ફિલ્મ દ્વારા ગોવિંદાના અંદાજમાં ઉતારવાની કોશિશ કરી છે. જાેકે, તેમાં સફળ રહ્યો નથી. ૧૯૯૫ની ‘કુલી નંબર-૧’ એક એવી ફિલ્મ છે. જેને થિએટરથી લઈને ટીવી સુધી દરેક લોકોએ જાેઈ હશે. આ કારણે દર્શક તરીકે તમે સ્ટોરી તો ઓળખતા જ હશો.
આગળ શું ઘટના થવાની છે. એ પણ તમે જાણો છો. શું ડાયલોગ્સ બોલશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. આથી સૌથી મોટો પડકાર હતો કે આ ફિલ્મને પહેલા કરતા પણ વધુ મજેદાર બનાવી શકાય. જાેકે, અફસોસ એવું ન થઈ શક્યું. જાેકે, વરુણ ધવને પોતાના હિસાબે મસ્તી ખૂબ જ કરી છે.
આ ફિલ્મમાં એક્ટિંગ કરવાથી વધારે તો ફિલ્મને એન્જાેય કરતા જાેવા મળે છે. વરુણે ફિલ્મમાં અમિતાભ બચ્ચનથી લઈને નાના પાટેકર સુધીની મિમિક્રી કરી હતી. જાેકે, અંતમાં તે મિથુન ચક્રવર્તી પર આવીને રોકાઈ જાય છે. સારા અલી ખાનના ભાગમાં તો કરવાલાયક ઘણું જ હતું. શિખા તલસાણિયાના પણ આવા જ હાલ છે.