વરૂણ ધવનને તેનો જીવનસાથી બનાવવા ઇચ્છતી હતી આલિયા
મુંબઈ: વરૂણ ધવન આખરે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો. તાજેતરમાં આ બંને વિશે ઘણા બધા સમાચાર સામે આવી રહ્યા છે. કેવી રીતે વરૂણ ફેશન ડિઝાઈનર નતાશાની પાછળ પડ્યો હતો અને નતાશાએ બે વખત તેનું પ્રપોઝલ નાકારી કાઢ્યું હતું. વરૂણ ધવન વિશે કહેવામાં આવે છે કે, તે ખુબ જ સીધું બોલે છે.
કરણ જાેહરના કોફી વિથ કરણના એક એપિસોડમાં વરૂણ ધવનને કરણે ઘેરવાનો પ્રયત્ન કર્યો કે, તે એપિસોડમાં વરૂણની ફેવરેટ એક્ટર આલિયા ભટ્ટ પણ હતી. કરણનું માનવું હતું કે, વરૂણ અને આલિયા સ્ક્રીન પર જ નહીં રિયલ લાઈફમાં પણ સારા પાર્ટનર સાબિત થઈ શકે છે. તે એપિસોડમાં વરૂણે ઇચ્છા વ્યક્ત કરી કે તે દીપિકા સાથે લગ્ન કરવા ઇચ્છે છે.
જાે હાલ દીપિકાનો અફેર ચાલી રહ્યું છે તેથી તે રાહ જાેશે. જ્યારે આલિયાને ચોઈસ આપવામાં આવી તો તેણે કહ્યું હતું કે તે વરૂણને પોતાનો જીવન સાથી બનાવવા ઇચ્છશે. પછી એવું શું થયું કે, વરૂણનું દિલ આલિયા પર ક્યારે આવ્યું નહીં? જ્યારે આલિયા અને વરૂણે પોતાના કરિયરની શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એક સાથે કરી હતી? વરૂણ ધવને આ વાતનો જવાબ આપ્યો હતો કે,
આલિયા તેની ખૂબ જ પ્રિય મિત્ર છે, જેને છેડતા, તેની સાથે મસ્તી કરવી તેને ગમે છે. આલિયા એવી છોકરી છે, જે તેની છોકરી હોવાનો લાભ ક્યારે ઉઠાવતી નથી. આવી છોકરીઓ ઇન્ડસ્ટ્રીમાં ઓછી છે. જ્યારે વરૂણની પ્રામાણિકતા આલિયા ભટ્ટને ખૂબ પસંદ છે.
બદ્રીનાથ કી દુલ્હનિયાના શૂટિંગ સમયે વરૂણ ધવને કંઇક એવું કર્યું કે, આલિયાને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. આ વાતનો ખુલાસો આલિયાએ કરણના શોમાં કર્યો હતો. વરૂણે કરણને કહ્યું કે, આલિયા તમારાથી ખુબ જ ડરે છે. આલિયાને જે વાત તમને કરવી હોય, તે મને કહેતી હતી.
વરૂણ આલિયાને કહ્યા વગર કરણને આલિયાના સીક્રેટ અને સમસ્યાઓ કહેતો હતો. ઘણા સમયથી કરણને લાગ્યું કે આલિયા વરૂણ કરતા વધારે નજીક છે, તેનાથી નહીં.
આલિયા ભટ્ટે આ વાતનો ખુલાસો કર્યો કે, જે વાત તે વરૂણને કોઈને ન કહેવા માટે કહેતી હતી, તે પણ વરૂણ કરણને જણાવી દેતો હતો. આ કારણે વરૂણ હમેશાં મિત્ર રહ્યો, ક્યારે બોયફ્રેન્ડ ન બન્યો. આજે પણ વરૂણ અને આલિયા સારા અને પાક્કા મિત્રો છે.