વર્કઆઉટ દરમિયાન માંડ માંડ પડતા બચી આમીર ખાનની દીકરી

મુંબઈ: બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાન ગત વર્ષે નવા ઘરમાં શિફ્ટ થઈ છે અને તેણે ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. હવે ઈરા ખાને પોતાનો એક નવો વર્કઆઉટ વિડિયો શેર કર્યો છે. વિડીયોમાં જાેઈ શકાય છે કે વર્કઆઉટ દરમિયાન તે માંડ માંડ પડતા બચી.
ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટનો વિડીયો શૅર કર્યો છે. તે જિમ્નાસ્ટિક રિંગ્સ પર વર્કઆઉટ કરી રહી છે અને એક સ્ટેપ દરમિયાન જમીન પર પડતા પડતા માંડ માંડ બચી હતી. જે પછી તેણે મુશ્કેલીથી આ સ્ટેપ પૂરું કર્યું હતું. આ વિડીયો સાથે તે કહે છે કે, ખૂબ જ ડરામણું હતું. હું બસ પડવાની જ હતી. આ વિડીયો સાથે જ તેણે લખ્યું હતું કે,’હું જિમમાં છું. સિકવલ્સ એન્ડ ઓલપ સ્ટેન્ડિંગ ફેન્સની અવાજ માટે સોરી.’
નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરા ખાન પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તે લોકડાઉનમાં પોતાની ફેમિલી સાથે રહેતી હતી. જે પછી લોકડાઉનમાં છૂટ મળતાં જ તે નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. ઈરા ખાને પોતાના ઘરના સ્ટડી એરિયાની તસવીરો પણ શૅર કરી હતી. આ ઉપરાંત તેણે ઘરની ફેવરિટ જગ્યા પણ બતાવી હતી.
નોંધનીય છે કે ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. ઈરા સોશિયલ મીડિયામાં ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી હતી જ્યારે તે બોયફ્રેન્ડ મિશાલ કૃપલાણી સાથે ડાન્સ વિડિયોમાં જાેવા મળી હતી. રિપોર્ટ અનુસાર મિશાલ મ્યૂઝિક કમ્પોઝર છે અને બન્ને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.