વર્ક ટૂ હોમ: પાછા બોલવાતાં ૮૦૦ કર્મીઓનાં રાજીનામા

નવી દિલ્હી, કોરોના મહામારીના સમય દરમિયાન શક્ય હોય તેટલા કર્મચારીઓને ઓફિસ કે કામના સ્થળને બદલે ઘરેથી એટલેકે વર્ક ફ્રોમ હોમ કરવાનો વિકલ્પ ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને આપ્યો હતો.
જાેકે આ વર્ક ફ્રોમ હવે કલ્ચર બની જતા કર્મચારીઓ ફરી ઓફિસ જઈને કામ કરવા નથી માંગતા તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ જ પ્રકરણમાં હવે એક દિગ્ગજ કંપનીનું નામ જાેડાઈ રહ્યું છે જેના ૮૦૦થી વધુ કર્મચારીઓને નીતિમાં ફેરફાર થતા ફરી ઓફિસ આવીને કામ કરવાની ના પાડીને નોકરી જ મુકી દીધી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર છેલ્લા બે મહિનામાં ૮૦૦ કર્મચારીઓએ વ્હાઇટ હેટ જુનિયરમાંથી રાજીનામું આપ્યું છે. કર્મચારીઓને ઓફિસમાંથી કામ કરવા માટે કહેવામાં આવ્યા બાદ તેમણે આ એડટેક સ્ટાર્ટ-અપમાંથી જ રાજીનામું આપી દીધું છે.
એજ્યુકેશન સેક્ટરનું સ્ટાર્ટઅપ વ્હાઇટ હેટ જુનિયર કોડિંગ શીખવવાનું એક ટોચનું પ્લેટફોર્મ છે. ૧૮ માર્ચના રોજ કંપનીએ એક ઈમેલ દ્વારા કર્મચારીઓને એક મહિનાની અંદર ઓફિસ પર પાછા ફરવાનું કહ્યું હતું. કંપનીએ આ સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમ હોમ સુવિધા સમાપ્ત કરવાનું કહ્યું હતું. આ સાથે કર્મચારીઓને ૧૮ એપ્રિલ સુધીમાં ઓફિસમાં આવીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જાેકે આ આદેશનું પાલન ન કરીને લગભગ ૮૦૦ કર્મચારીઓએ વ્હાઇટ હેટ જુનિયરમાંથી જ રાજીનામું ધરી દીધું છે. આ કર્મચારીઓમાં સેલ્સ ટીમ, કોડિંગ ટીમ અને મેથ્સ ટીમના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વધુ કર્મચારીઓ નોકરી છોડી શકે છે. વ્હાઇટ હેટ જુનિયરમાંથી રાજીનામું આપનાર કર્મચારીએ જણાવ્યું કે “પોલિસીમાં એકાએક બદલાવ ગ્રાહ્ય નથી. ફરી ઓફિસ આવવા માટે સ્થળાંતર માટે માત્ર એક મહિનો પૂરતો નથી.
કેટલાકને બાળકો છે, કેટલાકને વૃદ્ધ અને માંદા માતા-પિતા છે, જ્યારે અનેકને અન્યની જવાબદારીઓ છે. આટલા ઓછા સમયમાં કર્મચારીઓને પાછા બોલાવવા યોગ્ય નથી.”
અન્ય એક કર્મચારીએ જણાવ્યું કે ઓફિસમાં પાછા ન આવવાના ર્નિણયમાં પગાર પણ સામેલ છે. ભરતી કરતી વખતે કર્મચારીઓને તેમના નોકરીના સ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. જાેકે બે વર્ષ સુધી ઘરેથી કામ કર્યા પછી કર્મચારીઓનું માનવું હતું કે મોંઘા શહેરોમાં ખર્ચના હિસાબે પગાર માળખું બદલવું જાેઈએ. વ્હાઇટ હેટ જુનિયરની ગુરુગ્રામ, મુંબઈ અને બેંગ્લોરમાં ઓફિસ છે.
૨૦૨૦માં એજ્યુટેક સેક્ટરની જ દિગ્ગજ બાયજુસએ ૩૦ કરોડ ડોલરમાં રોકડ સોદામાં વ્હાઇટ હેટ જુનિયરને ખરીદ્યું હતુ. આ અંગે એક કર્મચારીએ જણાવ્યું હતું કે “ગત વર્ષે જ્યારે બાયજુએ વ્હાઈટહેટ જુનિયર. હસ્તગત કર્યું હતું, ત્યારે અમે બધા ક્યાંક સમજી ગયા હતા કે હવે કંપનીમાં છંટણી ધીમે ધીમે શરૂ થશે.”SSS