‘વર્ક ફોર્મ હોમ’ની કેટલી આડ અસર થાય છે, જાણો છો
કેરિયરમાં સફળતા મેળવી લેવા માટે લોકો હવે ર૪ કલાક સુધી ભાગદોડ કરી રહ્યા છે. ઘરેથી કામ પણ અલગ રીતે કરે છે. આ પ્રવાહ દેશમાં વધારે મજબુત આગામી દિવસોમાં બની શકે છે. ઘરથી કામ કરવાની બાબત યોગ્ય છે. પરંતુ તેની કેટલીક આડ અસર પણ રહેલી છે.
જે લોકો ઘરેથી કામ કરવા ઉત્સુક છે એ લોકોને સમજી લેવાની જરૂર છેે કે આના કારણે ટેન્શન પણ વધી શકે છે. ભારતમાં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડને નવા તરીકે ગણી શકાય છે. જાે કે વિદેશી દેશોમાં આ ક્રેઝ તો બહુ જુનો અને જાણીતો છે.
મોટી મલ્ટીનશેનલ કંપનીઓના કારોબારીઓનેે બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓને આ સંબંધમાં હજુ પૂરતી માહિતી નથી. આ બાબત સાંભળીને સારી લાગે છે કે આપ ઘરે બેસીને જ કોમ્પ્યુટર અને અન્ય ડીવાઈસ પર કંપનીના કામને પૂર્ણ કરી નાંખો છો. આના કારણે પૂર્ણ પગાર પણ મળે છે. પરંતુ આ કોન્સેપ્ટ ટેન્શન પણ આપી શકે છે.
જાે તમે ઘેર બેસનેે ઓફિસ કામ કરો છો તો આસપાસના લોકો જાસુસી કરવા લાગી જાય છે. સાથે સાથે સાબિત કરવાના પ્રયાસ કરે છે કે આપની નોકરી છુટી ગઈ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને આ બાબત કહેવી પડે છે. આપની નોકરી ગઈ નથી.
પરંતુ આપ કંપનીના કામને ઘરેથી જ કરી રહ્યા છો. સંબંધીઓ પણ અપેક્ષા કરે છે કે કે કોઈ પણ સમય આપ પોતાના લેપટોપને બંધ કરીને સામાજીક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. કારણ કે મોનિટરીંગ કરનાર કોઈ વ્યક્તિ નથી. વર્ક ફ્રોમ હોમ માટે કેટલાંક વિકલ્પ હોય એ જરૂરી છે.
આના માટેે ઈન્ટરનેટ કેનકશન જાેરદાર રહે એ જરૂરી છે. કેટલીક વખત એવું પણ બની શકે છે કે જ્યારે આપણને કોઈ મહત્વપૂર્ણ ફાઈલ નાંખવાની હોય છે ત્યારે જ ઈન્ટરનેટ બંધ થઈ જાય છે.
આવી સ્થિતિમાં આપને ખુબ જ ટેન્શન હોઈ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક વખત સામે આવે છે. આવી સ્થિતિને ખુબ સાવચેતીપૂર્વક -સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવે એ જરૂરી છે. ઘરેથી કામ કરવાની બાબત કેટલીક જટીલ સ્થિતિ સર્જી શકે છે. વર્ક લાઈફ બેલેન્સ કરવાની બાબત મુશ્કેલ રૂપ બની જાય છે.
ઘરમાં સમયને લઈને કોઈ ટેન્શન હોતુ નથી. જે યોગ્ય નથી. આના કારણે કેટલાંક વધારે કલાક સુધી પણ કામ થઈ જાય છે. વર્ક લાઈફ બેલેન્સ રહે તે જરૂરી છે. આધુનિક સમયમાં મોટાભાગના લોકો જુદા જુદા કામ ઘરેથી કરે છે. જેમાં કોમ્પ્યુટર અને લેપટોપની ખાસ ભૂમિકા રહે છે.
આવી સ્થિતિમાં શાનદાર ઈન્ટરનેટ કનેકશનની ભૂમિકા ઉપયોગી હોય છે. હાલમાં વિવિધ ફિલ્ડમાં ફિલાન્સની ભૂમિકા વધી રહી છે. તેમાં પૈસા પણ વધારે મળી રહ્યા છે. જાે કે કેટલાંક લોકો કંપનીના નિયમિત કર્મચારી હોવા છતાં વર્ક ફ્રોમ હોમ પોલીસી હેઠળ કામ કરે છે.