વર્ક ફ્રોમ હોમથી ૪૧ ટકા લોકોની કરોડ રજ્જુ નબળી પડી ગઈઃ અભ્યાસ
કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યુ છે. પરંતુ તેનાથી લોકોની કરોડ રજ્જુને ઘણુ નુકશાન પહોચ્યુ છે. પીએમસી લેબનુૃ એક રીસર્ચ કહે છે કે કોવિડ-૧૯ દરમ્યાન વર્ક ફ્રોમ હોમ કરનાર ૪૧ ટકા લોકોમાં પીઠ દર્દ અને ર૩.પ ટકા લોકોમાં ગરદનના દર્ની ફરીયાદ જાેવા મળી હતી.
બેસ્યા પછી દર કલાકે જાે ૬ મીનિટ માટે વૉક કરવામાં આવે તો તેનાથી કરોડરજ્જુને થતાં નુકશાનથી બચી શકાય છે. આ સિવાય દરરોજ ચાઈલ્ડ પોઝ, કેટ અને કાઉ પોઝ જેવા યોગાસન પણ મદદરૂપ થાય છે. છતાં જાે કરોડરજ્જુમાં દર્દની ફરીયાદ રહેતી હોય તો ડોક્ટરની સલામ ચોક્કસ લેવી જાેઈએ.
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થનુૃં સંશોધન જણાવે છે કે કરોડરજ્જુમાં તકલીફની વ્યક્તિ પર શારીરિક અને ે ભાવનાત્મક એમ બંન્ને રીતે અસર પડે છે. સતત બેસી રહેતા લોકોમાં પીઠ દર્દીની ફરીયાદ , નબળા સ્નાયુ, ગરદન અને ખંભામાં દર્દ વગેરેે તકલીફો જાેવા મળે છે. આ સિવાય મુવમેન્ટના અભાવે મગજમાં પહોંચતુ લોહી અને ઓક્સિજનનુૃં પ્રમાણ ઘટતા વિચારવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. સ્પાઈન- ડીસીઝ થવાના મુખ્યત્વે ત્રણ કારણો છે. લાંબા સમય સુધી લોહીના પ્રવાહમાં અવરોધ સર્જાવો.
ખરાબ રીતે બેસવાના કારણે કરોડરજ્જુ, લીગામેન્ટ અને ગાદી પર તનાવ વધે છે જેનાથી પીઠ, ગરદનમાં દુઃખાવો થાય છે. મોબાઈલ એડીકશનના કારણે પણ કરોડરજ્જુ પર ખેચાણ અનુભવાય છે. અને તેની ગાદી સંકુચિત થાય છે. કરોડરજ્જુને મજબુત કરવા માટે પેટ અને પીઠના સ્નાયુઓ મજબુત હોય તે બહુ જરૂરી છે. આ સ્નાયુઓ સ્પાઈનને સંતુલિત અનેે એક્સસાઈઝ અને યોગાસન બહુ ફાયદાકારક છે.