વર્ગ-૩ની પરીક્ષામાં પેપરનું સીલ તુટેલું મળતાં હોબાળો
જૂનાગઢ, જૂનાગઢની વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગઈકાલે ૧૫ મે રવિવારના રોજ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો હતો. ત્યાર બાદ જિલ્લા પંચાયત વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
બાદમાં જે ચોક્કસ એક ક્લાસના વિદ્યાર્થીઓને સિલ તૂટેલ પેપર મળેલ તેમને વધુ ૫ મિનિટ ફાળવવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.આજે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે.
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાત પરીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં કેટલાક પેપરના સીલ તૂટયા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા પૂર્વે કોઈપણ ગેરરીતિ સર્જાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું નથી. મહત્વનું છે કે ગઈકાલ ની પરીક્ષા દરમિયાન જુનાગઢ સેન્ટર ઉપર કુલ ૭૦૦૦ પરીક્ષા આપવાના હતા તેમાંથી ૩૧૦૦ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.SSS