વર્નાએ ધડાકાભેર અથડાઈને ક્રેટા કારને હવામાં ફંગોળી
રાજકોટ, રાજકોટ શહેરમાં વધુ એક વખત પુરપાટ ઝડપે કાર દોડાવતા અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર ૫માં બે કાર ધડાકાભેર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
જાેકે સમગ્ર ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બપોરના અરસામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર ૫માં અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
વર્ના કાર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જાેઈ શકાય છે કે સફેદ કલરની વરના કાર દ્વારા બ્લેક કલરની ક્રેટા કાર ને અડફેટે લેવામાં આવે છે.
જેના કારણે થોડી ક્ષણ માટે ક્રેટા કાર થોડી ક્ષણો માટે પલટી પણ ખાય છે. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે ક્રેટા કારની સ્પીડ ધીમી જણાઈ રહી છે જ્યારે કે સફેદ કલરની વરના કાર પૂરપાટ ઝડપે શેરી માંથી પસાર થઇ રહી છે. બંને કાર ધડાકાભેર અથડાતા આસપાસના રહીશો થોડી ક્ષણો માટે પોતાના ઘરની બહાર દોડી આવે છે. અકસ્માતનો બનાવ સામે આવતા બંને કાર ચાલકો વચ્ચે બોલાચાલી પણ થાય છે.
જાેકે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સમાધાન થશે કે પછી પોલીસ ફરિયાદ નોંધાશે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો બંને મોંઘીદાટ કાર ના અકસ્માતનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તેમજ ઘટનાના સીસીટીવી પણ હાલ જાેરશોરથી વાયરલ થઇ રહ્યા છે.SSS