વર્લ્ડકપની જર્સીના લોગોમાંથી પાકિસ્તાને ભારતનું નામ હટાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Pak-1.jpg)
નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાને શરમજનક હરકત કરીને વર્લ્ડ કપની જર્સી માટેના લોગો પરથી ભારતનુ નામ હટાવી દીધુ છે. આ મામલાને લઈને આગામી દિવસોમાં ભારે વિવાદ થાય તેવી શક્યતા છે. આ વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યુ છે. કોરોનાના કારણે વર્લ્ડકપનુ આયોજન યુએઈમાં થવાનુ છે. આમ છતા પાકિસ્તાને જર્સીના લોગો પર ભારતની જગ્યાએ યુએઈનુ નામ દર્શાવ્યુ છે.
આ પ્રકારની જર્સી સાથે આજે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર મુકવામાં આવી હતી.
આઈસીસીના નિયમો પ્રમાણે દરેક ટીમે પોતાની જર્સી પર જમણી તરફ ટુર્નામેન્ટનો લોગો અને યજમાન દેશનુ નામ લખવુ અનિવાર્ય છે. જે પ્રમાણે જર્સી પર ભારતનુ નામ લખાવુ જાેઈતુ હતુ. તેની જગ્યાએ પાકિસ્તાને યુએઈનુ નામ લખ્યુ છે.
જાેકે પાકિસ્તાને સત્તાવાર રીતે હજી જર્સી પ્રદર્શિત નથી કરી પણ જાે તે આ જ જર્સી પ્રદર્શિત કરશે તો તેના પર આઈસીસી દ્વારા કાર્યવાહી થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપમાં ૨૪ ઓક્ટોબરે મુકાબલો થવાનો છે.SSS