વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં પ્રતિષ્ઠિત ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સમાં વિવેક સાલગાંવકરને સ્થાન મળ્યું
સિંગાપોર/નવી દિલ્હી, 33 વર્ષીય ભારતીય-મૂળનાં બિઝનેસમેન શ્રી વિવેક સાલગાંવકર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પ્રતિષ્ઠિત ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ 2020ની યાદીમાં સામેલ થયા છે. કેટલાંક ઉદ્યોગમાં કાર્યરત મોટા, પારિવારિક-માલિકીના જૂથનો ભાગ હોવા છતાં સાલગાંવકરે ખાણકામ અને કુદરતી સંસાધનોના ઉદ્યોગો માટે પર્યાવરણને જવાબદાર અને સામાજિક રીતે જવાબદાર પદ્ધતિસર ઇનોવેટિવ ટેકનોલોજીઓનાં સર્જન અને વાણિજ્યિકરણને ટેકો આપ્યો છે તથા અલગ ચીલો ચાતર્યો છે.
ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ 2020ની શરૂઆત વર્ષ 2004માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)ના સ્થાપક ક્લાઉસ સ્ક્વાબે કરી હતી. સાલગાંવકરની સાથે આ યાદીમાં 51 દેશોમાંથી અન્ય 113 એક્ટિવિસ્ટ, શિક્ષાવિદો અને રાજકીય આગેવાનો સામેલ હતા. ચાલુ વર્ષે સામેલ થયેલા લોકોમાં ફિનલેન્ડનાં પ્રધાનમંત્રી સાના મેરિન, અમેરિકાની વિશ્વવિજેતા મહિલા સોકર ટીમનાં કેપ્ટન તથા જાતિઅધિકારોનાં કાર્યકર્તા મેગન રાપિનોઈ તેમજ ક્રિસ્ટોનાં સહસ્થાપક અને પીઅર-ટૂ-પીઅર મની ટ્રાન્સફર બિઝનેસ ટ્રાન્સફરવાઇઝનાં સીઇઓ સામેલ છે.
આ ફોરમમાં સામેલ થવાની જાણકારી મળતાં વિમ્સન ગ્રૂપનાં ડાયરેક્ટર શ્રી સાલગાંવકરે કહ્યું હતું કે, “યુવા આગેવાનોના આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સમુદાયમાં સામેલ થવું ગર્વની વાત છે. આ ગ્રૂપ ઉદ્યોગ, નીતિ અને કોઈ સામાજિક પ્રતિબદ્ધતાના સુભગ સમન્વયનું પ્રતિબિંબ છે, જે લાંબા ગાળે વિશ્વને વધારે જીવવાલાયક સ્થાન બનાવશે.” વિમ્સન ગ્રૂપ ખનીજ સંસાધનો, રિયલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવતું કૌટુંબિક માલિકી ધરાવતું ઉદ્યોગસાહસ છે. ગ્રૂપ હેલ્થકેર અને સ્પોર્ટ્સમાં સામુદાયિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં સક્રિયપણે સંકળાયેલું છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ પ્રોગ્રામ ટેકનોલોજીની ઓછી ઉપયોગિતા ધરાવતા પરંપરાગત ઉદ્યોગ ગણાતા ઉદ્યોગમાં ઇનોવેશન દ્વારા કાર્યકારી કાર્યદક્ષતા સુધારવામાં મને ઉપયોગી થશે.”
શ્રી સાલગાંવકર માર્ચ, 2020થી પાંચ વર્ષનાં પ્રોગ્રામમાં નવા ક્લાસમાં સામેલ થશે. આ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સ ધરાવશે, જેમાં તેઓ વિવિધ અભિયાનોમાં સામેલ થશે અને અનુભવી લોકો સાથે જોડાવાની તકો મળશે. આ વર્ષો દરમિયાન ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સમાં 1,300થી વધારે સભ્યો અને પૂર્વ સભ્યોની મેમ્બરશિપ ધરાવતું ફોરમ બની ગયો છે. વાયજીએલ પ્રોગ્રામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર હિતમાં ઉદ્યોગસાહસિકતા પ્રદર્શિત કરવા સરકારી-ખાનગી ભાગીદારીને વેગ આપવાના મિશનને અનુરૂપ છે. અત્યારે ફોરમ 100થી વધારે રાષ્ટ્રીયતા ધરાવતા સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ દ્રઢપણે માને છે કે, હાલની તાત્કાલિક સમસ્યાઓ તમામ ક્ષેત્રો, પેઢીઓ અને દેશોમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની તક પૂરી પાડે છે.
અલીબાબાના સ્થાપક ટેક ટાઇટન જેક મા, ઓનલાઇન એન્સાઇક્લોપીડિયા વિકિપીડિયાનાં સ્થાપક શ્રી જિમ્મી વેલ્સ અને અભિનેતા લીઓનાર્ડો દા કેપ્રિયોને અગાઉ ફોરમમાં સામેલ થવાનું સન્માન મળ્યું હતું. અન્ય પ્રસિદ્ધ પૂર્વ સભ્યોમાં અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ વિજેતા ડો. માઇકલ ક્રેમર અને માનવાધિકાર વકીલ એમાલ ક્લૂની સામેલ છે.