World Cup પહેલા હાર્દિક પંડ્યાને ફરીથી ઇજા થઈ
નવી દિલ્હી, હાર્દિક પંડ્યાની ઈજાએ ફરી એકવાર તેને મુશ્કેલીમાં મૂકી દીધો છે. IPL ૨૦૨૨ ની મેચમાં Gujarat Titans નો સામનો CSK સામે થઇ રહ્યો છે. પરંતુ પંડ્યા ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી. આ પહેલા તેની કેપ્ટનશીપમાં ગુજરાતે ૫માંથી ૪ મેચ જીતી હતી અને ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહી છે. પંડ્યાની જગ્યાએ રાશિદ ખાન કેપ્ટનશીપ કરી રહ્યો છે.
મેચમાં તેણે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. વર્તમાન સિઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. ટીમ ૫માંથી ૪ મેચ હારી ગઇ છે. ટોસ બાદ રાશિદ ખાને કહ્યું કે પંડ્યા મેચ માટે ફિટ નથી. આ કારણે અમે કોઈ જાેખમ લેવા માંગતા નથી. તેઓ આગામી મેચમાં વાપસી કરી શકે છે. તેની પીઠની ઈજા ફરી સામે આવી હોવાના સમાચાર છે. તે ઘણા સમયથી આનાથી પરેશાન હતો.
આ કારણે તે એક વર્ષ સુધી બોલિંગ કરી શક્યો ન હતો. તેની સર્જરી પણ થઈ હતી. ગયા વર્ષના T-20 World Cup બાદ તેણે એકપણ મેચ રમી નથી. તેણે IPLમાંથી જ પુનરાગમન કર્યું હતું.
સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પંડ્યાની ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કૈફે કહ્યું કે અત્યાર સુધી માત્ર ૫ મેચ જ થઈ છે. હજુ લાંબી ટુર્નામેન્ટ બાકી છે.
આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ઈજા ચિંતાનો વિષય છે. પંડ્યાએ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બેટિંગ કરી હતી અને અણનમ ૮૭ રન બનાવ્યા હતા. આ સિવાય તેણે એક વિકેટ પણ લીધી હતી. તે ત્રીજી ઓવર પૂરી કરી શક્યો ન હતો અને ત્રણ બોલ પછી જતો રહ્યો હતો. ત્યારથી તેની ઈજાના સમાચાર આવી રહ્યા હતા.
પરંતુ મેચ બાદ તેણે કહ્યું કે ઈજા ગંભીર નથી અને તે માત્ર એક ખેંચાણ હતી. પરંતુ હવે ઈજાની ગંભીરતા જાણવા મળી રહી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. ત્યાંની પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર ટીમ માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ તેની ઈજાએ ટીમ અને બીસીસીઆઈની ચિંતા વધારી હશે. તે ટી-૨૦ લીગની વર્તમાન સિઝનમાં નવી ભૂમિકામાં દેખાઈ રહ્યો છે.SSS