વર્લ્ડ કપ : પાકિસ્તાનની ટીમ સ્પર્ધાથી હવે આઉટ થઇ ગઇ
લોર્ડસ : આઇસીસી વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચી જવા માટેની પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યુ છે. કારણ કે પાકિસ્તાનને હવે તોઇ ચમત્કાર જ સેમીફાઇનલમાં પહોંચાડી શકે છે. ગઇકાલે બુધવારના દિવસે રમાયેલી મેચ પર પાકિસ્તાનના ચાહકોની પણ નજર કેન્દ્રિત રહી હતી. એકબાજુ યજમાન ઇંગ્લેન્ડની ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને સરળરીતે સેમીફાઇનલમાં કુચ કરી લીધી છે.
આની સાથે જ પાકિસ્તાન ટીમનુ સેમીફાઇનલમાં પહોંચી જવા માટેનુ સમીકરણ લગભગ ખતમ થઇ ગયુ છે. ન્યુઝીલેન્ડની ટીમ હારી ગઇ હોવા છતાં તે સેમીફાઇનલમાં નિશ્ચિત છે. કારણ કે પાકિસ્તાન્ને આવતીકાલે રમાનારી બાંગ્લાદેશ સામેની મેચમાં કઇક એવુ કરવુ પડશે જે ક્રિકેટ ઇતિહાસમાં આજ સુધી થયુ નથી. ઇંગ્લેન્ડ ઉપરાંત ભારત, અને ઓસ્ટ્રેલિયા પહેલાથી જ સેમીફાઇનલમાં પહોંચી ચુક્યા છે.
હવે પાકિસ્તાનની ટીમને તો સેમીફાઇનલમાં પહોંચવા માટે કોઇ ચમત્કાર બચાવી શકે છે. ખેલના દ્રષ્ટિકોણથી જાવામાં આવે તો તેના માટે ક્વાલિફાય થવાની બાબત અશક્ય છે. સૌથી પહેલા તો તેને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાની જરૂર રહેશે.
જા તે ટોસ જીતીને પહેલા બેટિંગ કરે છે તો તેની આશા રહે છે. જા તે ટોસ હારી જાય અને બાંગ્લાદેશ પહેલા બેટિગ કરશે તો પાકિસ્તાન આ મેચ જીતીને પણ કોઇ કિંમતે સેમીફાઇનલમાં પહોંચી શકશે નહીં. હવે જા નસીબથી પાકિસ્તાનની તરફેણમાં ટોસ પડે છે તો પાકિસ્તાનને રેકોર્ડ બેટિંગ કરવી પડશે.
પાકિસ્તાનને સ્કોરબોર્ડ પર પહેલા બેટિંગ કરીને ૪૦૦ રન બનાવવા પડશે. ત્યારબાદ બાંગ્લાદેશને ૮૪ રનની અંદર આઉટ કરવી પડશે. જેના કારણે તે ૩૧૬ રને જીત મેળવીને પોતાના રનરેટને સુધારી શકે છે. આવી સ્થિતિ જ તેના રન રેટ ન્યુઝીલેન્ડ કરતા મજબુત રહેશે. વનડે ક્રિકેટમાં રનના અંતરથી હજુ સુધી સૌથી મોટી જીતની વાત કરવામા આવે તો આ વર્લ્ડ રેકોર્ડ પણ ન્યુઝીલેન્ડના નામ પર છે. ન્યુઝીલેન્ડે વર્ષ ૨૦૦૮માં આયરલેન્ડની સામે ૨૯૦ રને જીત મેળવી હતી.
અહીં ન્યુઝીલેન્ડે આયરલેન્ડની સામે જીતવા માટે ૪૦૩ રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. ત્યારબાદ આયરલેન્ડને ૧૧૩ રને સમેટી દીધુ હતુ. બીજી સ્થિતી પણ એક તક રહેલી છે. જા પાકિસ્તાનની ટીમ સ્કોર બોર્ડમાં ૩૫૦ રન બનાવી દે છે અને બાંગ્લાદેશને માત્ર ૩૮ રન પર આઉટ કરે છે તો તેની જીત ૩૧૨ રનથી થઇ શકે છે.
નેટ રન રેટ પાકિસ્તાન કરતા ન્યુઝીલેન્ડ ખુબ વધારે ધરાવે છે. તેના ૧૧ પોઇન્ટ છે. તેનો નેટ રન રેટ પ્લસ ૦.૧૭૫ રનનો છે. જ્યારે નવ પોઇન્ટની સાથે પાકિસ્તાન પાંચમાં સ્થાન પર છે. જેથી તે જીતીને ન્યુઝીલેન્ડ કરતા વધારે સારો રેટ બનાવી શકે તેમ નથી. છેલ્લી મેચ જીતીને પણ પાકિસ્તાનના ૧૧ પોઇન્ટ થઇ શકે છે. જેથી નેટ રન રેટથી ફેંસલો થનાર છે. જે મોડેથી બેટિંગ કરવાની સ્થિતિ શક્ય નથી. વન ડે ક્રિકેટમાં સૌથી ઓછા જુમલા પર આઉટ થવાનો રેકોર્ડ કેનેડાના નામ પર છે. કેનેડા ૨૦૦૩ના વર્લ્ડ કપમાં શ્રીલંકાની સામે ૩૬ રને આઉટ થઇ ગયુ હતુ. વનડે ક્રિકેટમાં સૌથી ઓછા રન પર આઉટ થવાનો રેકોર્ડ આજે કેનેડાના નામ પર છે.