વર્લ્ડ કપ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાલે રોચક જંગ ખેલાશે
ટ્રેન્ટબ્રિજ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે સૌથી રોમાંચક મેચ પૈકી એક મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડની ટીમ હવે ખુબ મુશ્કેલ તબક્કામાં આવી ગઇ છે. તેને સેમીફાઇનલમાં પહોંચી જવા માટેની આશાને જીવંત રાખવા માટે કોઇ પણ કિંમતે ભારત સામેની મેચ જીતવી પડશે. કારણ કે ઇંગ્લેન્ડની શરૂઆતમાં સારો દેખાવ કર્યા બાદ ત્રણ હાર થઇ ચુકી છે.
ઇંગ્લેન્ડે હજુ સુધી સાત મેચો રમી છે જે પૈકી ચારમાં તેની જીત થઇ છે અને ત્રણમાં હાર થઇ છે. તેનાં આઠ પોઇન્ટ રહેલા છે. આવી સ્થિતિ તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. બીજી બાજુ ભારતે છ મેચ પૈકી પાંચમાં જીત મેળવી તમામ ટીમો કરતા વધારે સારો દેખાવ કર્યો છે.
તે ૧૧ પોઇન્ટ ધરાવે છે. ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. છેલ્લી મેચમાં ધોનીએ જારદાર દેખાવ કર્યા બાદ ચાહકો હવે ફરી રોમાંચક દેખાઇ રહ્યા છે. ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં કોઇ પણ મેચ ગુમાવી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અપરાજિત રહેવાના તેના ટ્રેક રેકોર્ડ સાથે આગળ વધવા માટે તૈયાર છે.
હજુ સુધી રમાયેલા વર્લ્ડ કપમાં બંને દેશોના દેખાવની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ બરોબર રહ્યા છે. બંને ટીમોએ ત્રણ ત્રણ મેચો જીતી છે. જ્યારે એક મેચ ટાઇ રહી છે. રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, અને રાહુલ પર મુખ્ય આધાર રાખીને ભારતીય ટીમ આગળ વધશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓને જારદાર દેખાવ કરીને આગળ વધવુ પડશે. ભારતની સામે જીત મેળવી લેવા માટે ૧૦૦ ટકા દેખાવ કરવાની જરૂર રહેશે. આવી સ્થિતિ તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.
રાહુલ પણ જારદાર દેખાવ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમનાર છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે.
ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.