વર્લ્ડ ડાયાબિટીસ ડેઃ તંદુરસ્ત અને આર્થિક રીતે સલામત જીવન જીવવા હેલ્થ ઇન્શ્યોરન્સની ભૂમિકા મહત્વની
જીવનના કોઇ પણ તબક્કે તબિયત ખરાબ થઈ શકે છે, કોઇ પણ કટોકટી આવી શકે છે. વધતા જતા મેડિકલ ખર્ચ અને જીવનશૈલી સંબંધિત રોગોને કારણે વ્યક્તિ અને પરિવાર માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હવે જરૂરિયાત બની ગઈ છે.
ડાયાબિટીસ આવો જ એક જીવનશૈલી સંબંધિત રોગ છે, જે ભારતમાં ધીમે ધીમે પગ જમાવી રહ્યો છે. તે માત્ર વડીલો અને યુવાનોને જ નહીં, હવે તો બાળકોને પણ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની બાબતમાં ભારત 7.7 કરોડ લોકો સાથે બીજા ક્રમે આવે છે.
આ આંકડો આઘાતજનક છે અને આગામી વર્ષોમાં વધવાની સંભાવના છે. દર વર્ષે, 70,000 બાળકો ટાઇપ વન ડાયાબિટીસથી પિડાય છે, જ્યારે 40,000 બાળકોને ટાઇપ ટુ ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે.
શહેરોમાં રહેતા બાળકો અન્ય બાળકો સાથે રમવું કે કસરત જેવી શારિરિક પ્રવૃત્તિ બહુ ઓછી કરે છે અથવા બિલકુલ નથી કરતા. તેઓ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ ફોન પર પસાર કરે છે. વળી, મહામારી દરમિયાન બાળકોનો સ્ક્રીન ટાઇમ વધી ગયો છે
અને શાળાઓ તથા સામાજિક જીવનમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઘણો વધી ગયો છે. બાળકોમાં નિયમિત પણે જંક ફુડ (આચરકુચર) ખાવાની આદત પણ વધી ગઈ છે. આને કારણે તેમનાં શરીરમાં બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે આવા બાળકોને ઇન્સ્યુલિન પર આધાર રાખવો પડે છે. મા-બાપ માટે આ કઠીન સ્થિતિ બની જાય છે.
આ સ્થિતિને જોતાં, ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન પર આધાર રાખવો પડે તો હેલ્થ ઇન્શ્યોરન્સ મહત્વની ભૂમિકા ભજવે છે અને તે મોંઘો પડી શકે છે. કેટલીક વીમા કંપનીઓ ગ્રાહકોને ડાયાબિટીસ જેવી અગાઉથી હોય તેવા હઠીલા રોગોના ઇલાજમાં મદદ કરવા કોમ્પ્લિમેન્ટરી વેલનેસ પ્રોગ્રામ પણ પૂરો પાડે છે.
સમગ્ર પ્રોગ્રામના સમયગાળા દરમિયાન, નિયમિત સમયતાંરે બ્લડ સુગરમાં ઘટાડો, દવાઓનું સેવન, ડાયેટનું પાલન અને વજન ઘટાડો વગેરેમાં કેટલી પ્રગતિ થઈ તેની નોંધ રાખવામાં આવે છે. આ પ્રોગ્રામથી ગ્રાહકોને હેલ્થ ચેક-અપ્સ અને
આરોગ્યનું ઓનલાઇન પૃથક્કરણ અને પ્રવૃત્તિમાં સુધારા દ્વારા ગ્રાહકને તેનાં આરોગ્યને સમજવામાં મદદ કરવામાં આવે છે. એ પછી તેમનાં માટે કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામ તૈયાર કરી આપવામાં આવે છે, જેની સાથે સાથે હેલ્થ કોચની મદદ તથા હેલ્થ અને વેલનેસ ડિસ્કાઉન્ટ પૂરાં પાડવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા બદલ ગ્રાહકો પોઇન્ટસ પણ મેળવી શકે છે, જેનાંથી તેઓ તેમનાં લાભ વધારી શકે છે અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકે છે.
આજે, હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ ગ્રાહકોને તેમનું આરોગ્ય અને સુખાકારી વધારવામાં મદદ કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. ભારતમાં ડાયાબિટીસ, કાર્ડિયોવસ્ક્યુલર રોગ (હૃદયરોગ), સ્ટ્રોક અને રેસ્પિરેટરી ડિસઓર્ડર (શ્વસનતંત્રને લગતાં રોગો)નું પ્રમાણ વધી રહ્યું છે, જેની લોકો પર મોટી અસર થઈ રહી છે.
કેટલીક વીમા કંપનીઓએ આમાંથી એક કે બે રોગ માટે માત્ર એ રોગ પૂરતી જ પ્રોડક્ટ લોંચ કરી છે, પણ તે બેઝિક કે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી માટેનું પૂરક ન બની શકે. લોકો પહેલાં બેઝિક કે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લે અને પછી કોઈ ચોક્કસ રોગ માટે કવરેજ અપગ્રેડ કરે તે સલાહભર્યું છે.
યાદ રાખો, અનેક અભ્યાસ એવો સંકેત આપી રહ્યા છે કે ડાયાબિટીસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. વળી, મેડીકલ ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેને કારણે વ્યક્તિની સંપત્તિ અને બચત ઘટી જાય છે. પ્રમાણમાં સાદા રોગ માટે પણ હોસ્પિટલાઇઝેશન અનિવાર્ય છે અને હોસ્પિટલાઇઝેશન ખર્ચ સતત વધી રહ્યો છે. અહીં, હેલ્થ ઇન્શ્યોરન્સ કવર મહત્વની ભૂમિકા ભજવે છે. વીમો લીધો હોય તો મેડીકલ ખર્ચની ચિંતા નથી રહેતી, વળી તેનાથી વ્યક્તિની સંપત્તિનું પણ રક્ષણ થાય છે.
આજકાલ, લોકોના જીવનમાં અનેક પ્રકારના તણાવ છે, ત્યારે ડાયાબિટીસ પર કાબૂ લાવવાનો તણાવ તેમાંનો એક ન હોવો જોઇએ. હજુ સુધી આ રોગ માટે સંપૂર્ણ ઇલાજ નથી શોધાયો, પણ કેટલાંક સાદાં પગલાં લેવાથી અને પ્રમાણમાં સ્વસ્થ જીવન જીવવાથી રોગને અંકુશમાં લાવી શકાય છે. ડાયાબિટીસને કાબુમાં રાખવાની એક માત્ર ચાવી છે
બ્લડ સુગર લેવલને નિશ્ચિત રેન્જમાં રાખવું. જેમને ડાયાબિટીસનું નિદાન થયું છે તેમણે ઇન્સ્યુલિન લેવાની, દરેક ભોજનમાં સમાન પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લેવાની અને કસરત કરવાની જરૂર છે. આ વિશ્વ ડાયાબિટીસ દિવસે બાળકો સહિતનાં સમગ્ર પરિવારને સંપૂર્ણ રક્ષણ પૂરૂં પાડે તેવો પૂરતો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ન ભૂલીએ. તેનાથી ડાયાબિટીસના દર્દીઓ સારી રીતે સારવાર કરાવી શકશે અને તમને મેડિકલ સારવાર પાછળ ખર્ચાતી બચત સામે રક્ષણ પણ મળશે. પ્રિયા દેશમુખ જિબીલે, ચીફ ઓપરેટિંગ ઓફિસર, મનીપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સ