Western Times News

Gujarati News

વર્લ્ડ બેન્કના પ્રેસીડેન્ટ ડેવીડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

રાજપીપલા,  વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ Mr. David Malpass તા.૨૭ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને રવિવારના રોજ સાંજે ૫-૧૫ કલાકે વડોદરાથી કેવડીયા કોલોની ખાતે આવી પહોંચી અને ત્યારબાદ તેઓશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મુખ્ય સચિવશ્રી જે.એન. સિંઘ સહિતના અન્ય વરિષ્ઠ સચિવશ્રીઓ તેમનું સ્વાગત કરી આવકર્યા હતા.  આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી.

ત્યારબાદ સાંજે ૬-૨૫ કલાકે કેવડીયા કોલોનીના એકતા ઓડિટોરીયમમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ થનારા પ્રેઝન્ટેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ Mr. David Malpass બીજે દિવસે તા.૨૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને સવારે ૯-૩૦ કલાકે ટેન્ટ સીટી-૨ ના કોન્ફરન્સ હોલ ખાતે સવારે સિવીલ સર્વિસ કેપેસીટી બિલ્ડીંગ વિષયક આરંભ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રવચન આપ્યુ હતું.

ત્યારબાદ સવારે ૧૧-૧૫ કલાકે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતેથી તેઓ હેલીકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.