Western Times News

Gujarati News

વર્ષમાં ગુજરાતમાં ૧૧,૧૪૫ કરોડનું વિદેશી રોકાણ આવ્યું

અમદાવાદ, ગુજરાતમાં વર્ષ દરમિયાન રૂ. ૧૧,૧૪૫ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને આ રીતે દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે.
વિદેશી રોકાણ મેળવવા માટે ભારતના તમામ ઔદ્યોગિક રાજ્યો વચ્ચે હરીફાઈ ચાલે છે તેમાં આ વખતે કર્ણાટક મેદાન મારી ગયું છે.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા એફડીઆઈના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૨૧-૨૨માં ૪૮,૬૩૩ કરોડનું વિદેશી રોકાણ ઠલવાયું હતું જ્યારે કર્ણાટકમાં વર્ષ દરમિયાન રૂ. ?૧,૦૨,૮૬૬કરોડની વિદેશી મૂડી આવી હતી. ગુજરાતમાં વર્ષ દરમિયાન રૂ. ૧૧,૧૪૫ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું અને આ રીતે ગુજરાત ત્રીજા સ્થાને રહ્યું છે.

કોવિડના કારણે તમામ રાજ્યોને એફડીઆઈમેળવવામાં તકલીફ પડી છે. મહારાષ્ટ્રમાં આગળના વર્ષે ?૧,૧૯,૭૩૪ કરોડની એફડીઆઈઆવી હતી જે ગયા વર્ષે ઘટીને ૪૮,૬૩૩ કરોડ થઈ ગઈ. ગુજરાત પછી તમિલનાડુમાં ?૮,૩૬૪ કરોડ અને તેલંગાણામાં તે જ વર્ષે ?૭,૫૦૬ કરોડની એફડીઆઈ આવી હતી.

સરવેમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન વિદેશી મૂડીનો પ્રવાહ ૯,૫૯,૭૪૬ કરોડ હતો જે દેશમાં કુલ એફડીઆઈપ્રવાહના ૨૮.૨ ટકા થાય છે.

દરમિયાન ભારતમાં એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના ગાળામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ઇક્વિટી ઇનફ્લો ૧૬% ઘટીને ૪૩.૧૭ અબજ ડોલર થયો હતો તેમ  આંકડા દર્શાવે છે. અગાઉના વર્ષમાં સમાન ગાળામાં ભારતમાં ૫૧.૪૭ અબજ ડોલરની વિદેશી મૂડી ઠલવાઈ હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન સિંગાપોરને એફડીઆઈતરીકે ૧૧.૭ અબજ ડોલર મળ્યા હતા. ત્યાર બાદ અમેરિકા  ૭.૫૨ અબજ), મોરેશિયસ (૬.૫૮ અબજ ડોલર), કેમેન આઈલેન્ડ્‌સ (૨.૭૪ અબજ ડોલર), નેધરલેન્ડ્‌સ (૨.૬૬ અબજ ડોલર) અને  (૧.૪૪ અબજ ડોલર)નો વારો આવે છે.

ગયા વર્ષના નવ મહિનાના ગાળામાં સૌથી વધુ ૧૦.૨૫ અબજ ડોલરનું રોકાણ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં આવ્યું હતું જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ૫.૯૬ અબજ ડોલરનું રોકાણ, સર્વિસિસ સેક્ટરમાં ૫.૩૫ અબજ ડોલર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૧.૬ અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું.
ત્રીજા ક્વાર્ટરમાં કુલ એફડીઆઈ ઇનફ્લો ઘટીને ૧૭.૯૪ અબજ ડોલર થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ૨૬.૧૬ અબજ ડોલર હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.