વર્ષમાં બે હત્યા નવ લૂંટનો આરોપી ભિવાનીથી ઝબ્બે
રેવાડીની કેનેરા બેેંકમાં ૪ માર્ચે અન્ય ત્રણ સાથીની સાથે મળી ધોળે દિવસે બંદૂકની અણીએ ૪.૭૮ લાખની લૂંટ કરી |
ભિવાની, હરિયાણામાં પોલીસે રેવાડી ખેડા ગામમાં કેનેરા બેન્કના મુખ્ય લૂંટેરાની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ લૂંટારુંની ઉંમર ૨૧ વર્ષની પણ નથી. પણ તેણે અપરાધની દુનિયામાં માત્ર એક વર્ષમાં રેલવે પોલીસના એસઆઈ સહિત બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને ૯ વાર અલગ-અલગ સ્થળે લૂંટ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસની પકડમાં આવેલો આરોપી જેટલો માસૂમ અને ઉંમરમાં નાનો લાગે છે, પરંતુ તેના અપરાધ ખૂબ સંગીન છે. તેનું નામ દિનેશ ઉર્ફે ફૌજી છે, જે સૈય ગામનો રહેવાસી છે. આ એ ફૌજી છે જેણે પોતાની પડોશના ગામ રેવાડી ખેડાની કેનેરા બેન્કમાં ૪ માર્ચે પોતાના અન્ય ત્રણ સાથીઓની સાથે મળી ધોળેદિવસે બંદૂકની અણીએ ૪.૭૮ લાખની લૂંટ ચલાવી હતી.
પોલીસ આરોપી ફૌજીની ધરપકડ કરીને જ્યારે પૂછપરછ કરી રહી હતી તો પોલીસ પણ હેરાન રહી ગઈ જ્યારે ફૌજીએ એક પછી એક મોટી અને સંગીન ગુનાઓ વિશે ખુલાસો કર્યો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે દિનેશ ઉર્ફ ફૌજીએ રેવાડી ખેડા ગામની કેનેરા બેન્કમાં લૂંટ ઉપરાંત બીજી અનેક લૂંટની સાથે હત્યા પણ કરી છે. જ્યારે તે પોતાના સાથીઓની સાથે ૧૭-૧૮ મેની રાતે ઉકલાના રેલવે સ્ટેશન પર દારૂ પી રહ્યો હતો તો તેની પૂછપરછ કરનારા રેલવે પોલીસના એસઆઈ મનીષ શર્માને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો.
બીજી તરફ, ૨૩ જૂને જીન્દના ગતૌલી ગામ નિવાસી સુમીતની ગોળી મારી હત્યા કરી, કારણ કે તે તેના દોસ્તના દારૂના ઠેકામાં અડચણ બની રહ્યો હતો. તેની સાથે જ પોલીસ પૂછપરછમાં દિનેશ ઉર્ફ ફૌજીએ કબૂલ્યું કે તેણે પોતાના અન્ય સાથીઓની સાથે મળી ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પહેલીવાર દિલ્હીના નજફગઢમાં એક મકાનથી બંદૂકની અણીએ એક કરોડના ઘરેણા તથા રોકડની લૂંટ કરી હતી.SSS