વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો જો રૂટનો રેકોર્ડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Root-1024x569.jpg)
બ્રિસબેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે શુક્રવારે બ્રિસ્બેનમાં ગાબા ખાતે એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામેની ઈંગ્લેન્ડની લડાઈ શાનદાર રીતે ચલાવી હતી. જાે રૂટે રમતની સૌથી લાંબી ફોર્મેટમાં બીજી ફિફ્ટી ફટકારી. ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં ૧૪૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાે રૂટ પોતે પણ ફ્લોપ રહ્યો હતો, પરંતુ બીજી ઇનિંગમાં તેણે સાવધાનીથી રમીને ટીમ માટે રેકોર્ડ પણ બનાવ્યો હતો.
જમણા હાથના બેટ્સમેન જાે રૂટ હવે એક કેલેન્ડર વર્ષમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન દ્વારા સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. જાે રૂટે લગભગ ૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ૨૦૦૨માં ઈંગ્લેન્ડ માટે ૧૪૮૧ રન બનાવ્યા હતા, પરંતુ હવે જાે રૂટ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની ૩૮મી ઓવરમાં નાથન લિયોનની બોલ પર સિંગલ રન લેવા સાથે તેના કરતા આગળ નીકળી ગયો હતો.
આ પહેલીવાર નથી કે જ્યારે રૂટે એક કેલેન્ડર વર્ષમાં ૧૪૦૦થી વધુ રન બનાવ્યા હોય. તેણે ૨૦૧૬માં વિપક્ષી બોલરોનાં ધજ્જિયાં ઉડાવી દીધા હતા અને ૧૪૭૭ રન બનાવ્યા હતા. આના એક વર્ષ પહેલા ઈંગ્લિશ કેપ્ટને ૧૩૮૫ રન બનાવ્યા હતા.
જાેની બેરસ્ટો ઈંગ્લેન્ડ માટે માઈકલ વોનનો રેકોર્ડ તોડવાની નજીક આવ્યો હતો કારણ કે તેણે ૨૦૧૬માં ૧૪૭૦ રન બનાવ્યા હતા. જાે કે તે વર્ષે જાે રૂટ તેનાથી આગળ હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી રૂટે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦૦ થી વધુ રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ મોહમ્મદ યુસુફના નામે છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીએ વર્ષ ૨૦૦૬માં ૧૧ મેચની ૧૯ ઇનિંગ્સમાં ૧૭૮૮ રન બનાવ્યા હતા. આ યાદીમાં બીજા બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ વિવ રિચર્ડ્સ છે, જેમણે વર્ષ ૧૯૭૬માં ૧૭૧૦ રન બનાવ્યા હતા.
તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે ૨૦૦૮માં ટેસ્ટ ક્રિકેટમાં ૧૬૫૬ રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ૧૬૦૦થી વધુ રન બનાવી શક્યો નથી. માઈકલ ક્લાર્કે ૧૫૯૫, સચિન તેંડુલકરે ૧૫૬૨, સુનીલ ગાવસ્કરે ૧૫૫૫ અને રિકી પોન્ટિંગે ૧૫૪૪ રન બનાવ્યા છે. આ જ મેચમાં જાે રૂટ ૧૫૩૫ રન સુધી પહોંચી ગયો છે.SSS