વર્ષાે પહેલાં પકડાયેલ ૧૩૬ પામોલિન તેલના ડબ્બાનો બનાસ નદીના પટમાં નાશ કરાયો
ડીસા, ડીસા રૂરલ પોલીસ દ્વારા તા.૨૫-૬-૨૦૧૨ના રોજ ડબ્બાઓ કુલ ૧૩૬ પેક બંધ (અખાદ્ય પામોલીન તેલ)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે જપ્ત કરેલ જથ્થાનો એક્ઝ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરે તા.૩૦-૦૬-૨૦૧૭ના રોજ નાશ કરવા હુક્મ કર્યાે હતો.
જે આધારે ડેઝિગ્નેટેડ ઓફિસર (ખોરાક અને ઔષધ નિયમનતંત્ર) દ્વારા પણ સદરહુ ડબ્બામાંનો અખાદ્ય તેલના જથ્થાનો નાશ કરવા કાર્યવાહી કરવા હુક્મ કરવામાં આવેલ પરંતુ જે તે સમયે સંજાેગો વસાત સદરહુ મુદ્દામાલનો નાશ કરી શકાયો ન હોઈ કબ્જે કરેલ મુદ્દામાલ પોલીસ મથકના સ્ટોરરૂમમાં પડી રહ્યો હતો.
જેથી પોલીસ અધિક્ષક તરુણ કુમાર દુગગલ તથા નાયબ પોલીસ અધિક્ષક (ડીસા)એ પોલીસ મથકમાં પડેલ જૂનો મુદ્દામાલ અને વાહન વગેરે અંગે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. રૂરલ પી.આઈ.એમ.જે.ચૌધરીએ સને ૨૦૧૨માં જમા લીધેલ ૧૩૬ પેક બંધ (અખાદ્ય પામોલીન તેલ) અંગેનું જૂનું દફતર તપાસતા સદરહુ મુદ્દામાલ નાશ કરવા સારું હુક્મ થયેલ હોઈ ૧૩૬ ડબ્બા ડીસાની બનાસ નદીના ખુલ્લા પટ વિસ્તારમાં લઇ જઈ જે.સી.બી. મશીનથી તમામ ડબ્બાઓને તોડી ફોડી તેમાંનુ અખાદ્ય પામોલીન તેલ ઢોળી દઈ નાશ કરવામાં આવ્યો છે.
બાદમાં જેસીબી મશીનથી તમામ ડબ્બાઓને તોડી ફોડી તેમાંનુ અખાદ્ય પામોલીન તેલ ઢોળી દઇ નાશ કરવામાં આવ્યો છે. બાદમાં જે.સી.બી.મશીનથી ઢોળી દીધેલ તેલ ઉપર નદીની રીતે નાંખી દેવામાં આવી હતી. તેમજ ખાલી થયેલ પતરાના ડબ્બાઓ નંગ ૧૩૬ સ્ક્રેપના છુટક વેપારીને આપી તેમાંથી થયેલ વળતર નાણાં સરકારમાં જમા કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.