વર્ષો બાદ ઓનસ્ક્રીન દીકરી શોભાને મળ્યાં સ્મૃતિ ઈરાની

મુંબઈ, શું તમને ખબર છે કે, ઈમલી સીરિયલની એક્ટ્રેસ રિતુ ચૌધરીએ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ શોમાં તુલસી (એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની)ની દીકરી શોભાનો રોલ કર્યો હતો? ઓન-સ્ક્રીન મા-દીકરીની જાેડી લાંબા સમય બાદ ફરી મળી છે.
કોઈ જૂના અને જાણીતા વ્યક્તિ જેની સાથે ઢગલાબંધ ક્ષણ જીવી હોય તેને ફરી મળવાથી વિશેષ શું હોઈ શકે? હાલમાં જ રિતુએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્મૃતિ ઈરાની સાથેની મુલાકાતની તસવીરો શેર કરી છે. લાંબા સમય પછી મુલાકાત થતાં સ્મતિ અને રિતુ ખૂબ ખુશ દેખાઈ રહ્યાં છે.
આ મુલાકાત દરમિયાન સાથે રિતુની દીકરી પણ હતી. રિતુએ આ તસવીરો શેર કરતાં લખ્યું, આટલા લાંબા સમય પછી તમને મળીને ખૂબ આનંદ થયો. જૂના દિવસો વાગોળવા અને સાથે મળીને ફરીવાર હસવું ખૂબ કિંમતી હતું. હંમેશા પ્રેમ અને માન.
રિતુની આ પોસ્ટ પર તેમના મનોરંજન ઈન્ડસ્ટ્રીના મિત્રોએ કોમેન્ટ શરૂ કરી દીધી હતી. આ રિયૂનિયનને જાેઈને તેમની ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની કો-એક્ટ્રેસ જયા ભટ્ટાચાર્યએ લખ્યું- વાઉ. એક્ટ્રેસ તસનીમ શેખ પણ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં મહત્વના રોલમાં હતી ત્યારે તેણે પણ આ તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે.
જણાવી દઈએ કે, રિતુએ તુલસી અને મિહિર વિરાણીની દીકરી શોભાનો રોલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં ભજવ્યો હતો. દરમિયાન નાની શોભાનો રોલ એક્ટ્રેસ પલક જૈને કર્યો હતો. હાલ રિતુ ચૌધરી સીરિયલ ‘ઈમલી’માં ગાશ્મીર મહાજનની મમ્મી અપર્ણાના રોલમાં જાેવા મળે છે.
આ સિવાય રિતુ જાણીતી સીરિયલ ‘નઝર’નો પણ ભાગ હતી. આ સીરિયલમાં તેણે એક્ટર હર્ષ રાજપૂતની મમ્મીનો રોલ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો, એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલા સ્મૃતિ થોડા દિવસ પહેલા તેમના ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં હતાં. તેમણે સોશિયલ મીડિયા પર તેમની સામે આવેલી તસવીરોમાં વજન ખાસ્સું ઉતરેલું જાેવા મળ્યું હતું.SSS