વર્ષ ૧૯૬૮નો કેસ, આરોપી ન મળતા ડોરમન્ટ કેસ હતો
સેશન્સ કોર્ટનો સૌથી જુનો વર્ષ ૧૯૬૮નો કેસ પરત ખેંચવામાં આવ્યો
અમદાવાદ, શહેર કોટડા વિસ્તારમાં વર્ષ ૧૯૬૮માં થયેલ કેસમાં આરોપીઓ મળતા ન હતા. જેથી વર્ષ ર૦૦રથી આ કેસને ડોરમન્ટ કેસ તરીકે રાખવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કોર્ટનો સૌથી જુનો કેસ હતો જે આરોપીઓ ન મળતા ચાલી રહયો ન હતો.
જેથી સરકારે કેસ પરત ખેચવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખતા કેસ પરત ખેંચવામાં આવ્યો છે. આમ સેશન્સ કોર્ટમાં સૌથી જુનો કેસ પરત ખેચાઈ ગયો છે.
વર્ષ ૧૯૬૮માં શહેરકોટડા વિસ્તારમાં ઠગાઈનો કેસ નોધવામાં આવ્યો હતો. જેમાં ત્રિલોકચંદ શર્મા, બિહારીલાલ અને રામસ્નેહી સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. ત્યારબાદ તે કેસનો સેશન્સ નંબર ૧૯૬૯માં પડયો હતો. આ કેસમાં બિહારીલાલ અને રામસ્નેહી કોર્ટમાં હાજર રહેતા ન હતા.
જેથી આરોપી ત્રિલોકચંદ શર્માએ તેનો કેસ અલગ અલગ કરાવી દીધો હતો. અને ર જુન ૧૯૬૯ના રોજ તે કેસનો ચુકાદો આવી ગયો હતો. બિહારીલાલ અને રામસ્નેહી મળી આવતા ન હતા. જેથી કોર્ટે વારંવાર તેમની સામે વોરંટ કાઢયા હતા અને પોલીસની પણ આરોપીઓને પકડી કોર્ટમાં રજુ કરવા તાકીદ કરી હતી.
પરંતુ આરોપીઓ તેમના સરનામે મળી આવતા ન હતા. જેથી વર્ષ ર૦૦રમાં કેસને ડોરમન્ટ કેસમાં મુકવામાં આવ્યો હતો. જેથી તેમાં મુદતો પડતી હતી. આ દરમ્યાન આ કેસ સેશન્ કોર્ટનો સૌથી જુનો કેસ બની ગયો હતો. આ અંગે મુખ્ય સરકારી વકીલને જાણ થતા તેમણે જીલ્લા કલેકટરને પત્ર લખ્યો હતો અને કેસ પરત ખેચવા પરવાનગી માગી હતી.
કલેકટર ઓફીસથી પરવાનગી આવ્યા બાદ કોર્ટમાં કેસ પરત ખેચવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં રજુઆત કરવામાં આવી હતી. કે, બંને આરોપીઓ સામે સર્ચ વોરંટ કાઢવામાં આવ્યું હતું.