વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં શેરબજારનો ફૂગ્ગો ફૂટી જશે

મુંબઈ: જાણીતા ઈન્વેસ્ટમેન્ટ ગુરુ જિમ રોજર્સે આગાહી કરી છે કે શેરબજારનો ફુગ્ગો ૨૦૨૧ના અંત સુધીમાં ફુટી જશે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે આ કરેક્શન એટલું મોટું હશે કે માર્કેટની હાલત ૨૦૦૮ કરતાંય ભૂંડી થશે. રોજર્સે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં શેરબજાર હાલ આસમાને છે. વિશ્વની દરેક મધ્યસ્થ બેંકોએ કોરોનાકાળમાં ભરપૂર નાણુ છાપ્યું હોવાથી બજારોમાં અભૂતપૂર્વ તેજી જાેવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે તે માર્કેટના ટાઈમિંગ અંગે તેઓ કંઈ કહી ના શકે, પરંતુ એટલું નક્કી છે કે આવનારા થોડા જ મહિનામાં આ ફુગ્ગો ફુટવાનો છે. કારણકે આવું પહેલા ક્યારેય નથી થયું.
રોજર્સે જણાવ્યું હતું કે, ચીનના માર્કેટમાં હાલ સમસ્યા દેખાવાનું શરુ થઈ ગયું છે, બીજા કેટલાક માર્કેટમાં પણ તે જ સ્થિતિ જાેવા મળી રહી છે. તેમના અંદાજ અનુસાર, ૨૦૨૨માં કે પછી ૨૦૨૧ના અંતમાં શેરબજારમાં ભયાનક મંદી આવશે. હાલ વૈશ્વિક અર્થતંત્રમાં દેવાનું પ્રમાણ ખૂબ જ ઉંચું છે, જેનું પ્રમાણ ૨૦૦૮ કરતા પણ વધારે છે. હવે પછી માર્કેટમાં મંદીનો જે તબક્કો આવશે તે અંદાજ ના લગાવી શકાય તેવો હશે. શું હ્લૈંૈંને આ વાતનો અંદાજ આવી ગયો છે, તેવા સવાલના જવાબમાં રોજર્સે જણાવ્યું હતું કે, કોઈકે તો આપણને કહેવું પડશે કે શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હું માનંં છું કે શેરબજાર પડશે, બીજા પણ કેટલાક લોકો માને છે કે આમ થશે પરંતુ પત્રકારો જ તેમ માનવા તૈયાર નથી.
રોજર્સે કહ્યું હતું કે, દુનિયામાં બોન્ડ માર્કેટમાં પણ પરપોટો જાેવા મળી રહ્યો છે. ઘણા શેર્સમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. કોરિયા, ન્યૂઝિલન્ડ જેવા દેશોમાં પ્રોપર્ટી માર્કેટમાં પણ બબલ જાેવા મળી રહ્યો છે. જાેકે, કોમોડિટી હજુય સસ્તી છે. ચાંદી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી ૫૦ ટકા ડાઉન છે, ઓઈલ પણ ૫૦ ટકા ડાઉન છે. જાેકે, તેમાં આવનારા સમયમાં વધારો થઈ શકે તેવા સંકેત આપતા રોજર્સે કહ્યું હતું કે, ફ્યુચર ઈલેક્ટ્રીક વાહનોનું છે તે સૌ જાણે છે, પરંતુ તેમાં ઘણો સમય લાગશે.
બીજી તરફ ઓઈલનો જથ્થો દિવસેને દિવસે ઓછો થઈ રહ્યો છે, તેવામાં ઓઈલની કિંમત વધવાની શક્યતા છે. ઓઈલની કિંમત આગામી બે-ત્રણ વર્ષમાં ક્યાં સુધી પહોંચશે તે સવાલનો જવાબ આપતા રોજર્સે કહ્યું હતું કે સોલાર, વિન્ડ ઉપરાંત દરિયાઈ લહેરોથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે પરંતુ તેને હાલના પરંપરાગત સ્રોતનું સ્થાન લેવામાં ઘણો સમય લાગશે. બીજી તરફ, ઓઈલ તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ૫૦ ટકા ડાઉન છે અને સાઉદી સહિતના દેશોમાં તેનો જથ્થો ખૂટી રહ્યો છે તેવામાં આગામી બે-ત્રણ વર્ષમાં સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું અંતર વધતા ઓઈલના ભાવ આસમાને આંબે તો મને નવાઈ નહીં લાગે.
કોમોડિટીના ભાવોમાં કેવા ફેરફાર જાેવા મળશે તે અંગે વાત કરતા રોજર્સે જણાવ્યું હતું કે શેરડીમાંથી બનતા ફ્યુઅલ દ્વારા પણ ગાડીઓ દોડાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તેવામાં એગ્રીકલ્ચર આધારિત કોમોડિટીથી ફ્યુઅલ બને તેવા દિવસો આવી ગયા છે. વળી, ઈલેક્ટ્રીક કાર બનાવવામાં પણ સામાન્ય કાર કરતાં ઘણું વધારે કોપર અને નીકલ વપરાય છે. તેવામાં ભવિષ્યમાં આ કોમોડિટીના ભાવો પર પણ બદલાતી ટેક્નોલોજીને લઈને મોટા ફેરફાર જાેવા મળી શકે છે. આ બધામાં એક મુદ્દો ખાસ મહત્વનો છે કે હાલ શેરબજાર, રિયલ એસ્ટેટ બધું મોંઘું છે ત્યારે કોમોડિટી એકમાત્ર સસ્તી છે.