વર્ષ ૨૦૨૧ પહેલા કોરોનાની રસી આવવાની આશા નથી: WHO
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧ પહેલા કોરોનાની રસી બનવાની કોઈ જ આશા નથી. જેના કારણે ડબલ્યુએસઓએ કહ્યું છે કે જો રિસર્ચરે કહ્યું છે કે કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મળી પણ જાય તો પણ નવા વર્ષના શરુઆતના દિવસો પહેલા તે ઉપલબ્ધ થવાની કોઈ આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.
ડબલ્યુએસઓના કાર્યકારી નિર્દેશક માઈક રેયાને કહ્યું છે કે, કોરોના મહામારીની વેક્સીન બનાવવામાં ભલે થોડું મોડું થઈ જાય પણ સાવધાની રાખવામાં કોઈ કસર ના છોડવી જોઈએ. હાલ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વના છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીન પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રિસર્ચર અને વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે અને ઘણાં દેશોમાં કોરોના વાયરસ વેક્સીન પર હ્યુમન ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે.