વર્ષ ૨૦૨૨માં ફિલ્મ વેલકમ ત્રણનું શુટિંગ શરૂ કરાશે

મુંબઈ, બોલિવૂડની હિટ કોમેડી ફ્રેન્ચાઈઝી વેલકમના ત્રીજા ભાગની ચાહકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા અને હવે નિર્માતાઓએ તેના ત્રીજા ભાગ (વેલકમ ૩)ની પણ જાહેરાત કરી દીધી છે.
ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨થી શરૂ થવા જઈ રહ્યું છે. નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ વેલકમ અને વેલકમ બેકમાં જબરદસ્ત કોમેડીની ધમાલ મચાવ્યા પછી વેલકમ ૩માં ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેલકમ ૩ની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને સ્ટારકાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ છે.
ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ના બીજા ભાગમાં શરૂ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, વેલકમ ૩માં ફરી એકવાર મોટી સ્ટારકાસ્ટ જાેવા મળશે, જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. દર્શકો ફરી એકવાર ફિલ્મમાં એક્શન અને કોમેડીની ભરપૂર મજા માણશે. વેલકમ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મ પણ ફિરોઝ નડિયાદવાલા બનાવવા જઈ રહ્યા છે.
વેલકમની સિક્વલ હોવાથી દર્શકો તેના ત્રીજા ભાગની જાહેરાતની રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ, હવે લાંબા સમય પછી, નિર્માતાઓ આખરે તેના ત્રીજા ભાગ માટે તૈયાર છે. જેમાં નાના પાટેકર સિવાય બે મોટા સ્ટાર્સ પરેશ રાવલ અને અનિલ કપૂર જાેવા મળશે. જેમના નામ પર હજુ વિચારણા ચાલી રહી છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ વેલકમ, જે ડિસેમ્બર ૨૦૦૭માં આવી હતી, તેણે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. અનીસ બઝમીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જાેરદાર કમાણી કરી હતી. આ પછી આ ૨૦૧૫ માં તેનો બીજાે ભાગ ‘વેલકમ બેક’ આવ્યો, જેમાં અક્ષય કુમાર અને કેટરિનાને બદલે જાેન અબ્રાહમ અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં હતા અને તેમને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.SSS