વર્ષ ૨૦૨૨ સુધી મંત્રીમંડળમાં કોઇ ફેરફાર નહી થાય : મુખ્યમંત્રી
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ જૂનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કર્યો છે. જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના સેક્ટર ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રસી મહાઅભિયાનનો પ્રારંભ કર્યા બાદ વધુ ને વધુ લોકોને રસી લેવાનો અનુરોધ કર્યો હતો. દરમ્યાન ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે ? એ અંગે પૂછાયેલાં પ્રશ્નનાં ઉત્તરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે સરકારમાં મંત્રીમંડળના ફેરફારની કોઇ જ વાત નથી.
હજી તાજેતરમાં જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત મુલાકાતે આવી ગયા, નેતાઓ સાથે મિટીંગનો દોર અને છેલ્લે ભાજપના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી હતી. દરમિયાન ભાજપના આંતરિક વર્તુળ અને મીડિયાનાં માધ્યમમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત વહેતી થઇ હતી. હાલ સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ૧૦ કેબિનેટ પ્રધાનો સામેલ છે. જ્યારે ૧૧ રાજ્યકક્ષાના પ્રધો પણ સરકારમાં સામેલ છે. વિધાનસભાના સભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ જાેતાં રૂપાણી નેતૃત્વન સરકારમાં હજી ૪ મંત્રીમંડળનાં સભ્યો સમાવી શકાય છે.
પરંતુ હાલની રાજકીયસ્થિતિ જાેતાં મંત્રીમંડળમાં કોઇ ફેરફારને અવકાશ નથી. દરમ્યાન ખુદ મુખ્યમંત્રીને આ અંગેનો સંકેત આપતા હવે વર્ષ ૨૦૨૨ સુધી રૂપાણી સરકારને કોઇ આંચ નહીં આવે એવી પ્રતિતિ થયા વિના રહેતી નથી. જાે કે બીજીબાજુ સંગઠન અને ખાસ કરીને બોર્ડ-નિગમની ખાલી જગ્યા પર નિયુક્તિ આપી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને સંતોષ આપવાનો અભિગમ ભાજપ અપનાવે એવું લાગી રહ્યું છે.
આજે વિનામૂલ્યે ૧૮ થી ૪૪ વયજૂથના બાળકોન રસીકરણ આપવાના અભિયાનનો પારંભ થયો છે ત્યારે રસીકરણ અભિયાન પ્રારંભ બાદ પત્રકારે પૂછલાં પ્રશ્નાના જવાબમાં મુખ્યમંત્રીએ મંત્રીમંડળ વિસ્તરણનો સંપૂર્ણ છદ ઉડાવી દીધો છે, ત્યારે હવે વર્ષ ૨૦૨૨ સુધી મુખ્ય્પ્રધાન રૂપાણીના નેતૃત્વની સરકાર આગળ વધશે તે પ્રતિતિ મુખ્યમંત્રીનાં જવાબ પરથી ફલિત થાય છે. જાે કે સંગઠનના માળખામાં ફેરફાર આવી શકે.. જાે કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે પરિવર્તન આવી શકે છે. પરંતુ મુખ્યમંત્રીએ કરેલી વાત પરથી ગુજરાત સરકારમાં કોઇ ગતિવિધિની શક્યતા નથી. ત્યારે હવે સંગઠનન માળખામાં કેવા ફેરફાર થશે કે કેમ , થાય તો કેવા ફેરફાર થશે.. તેના પર સૌની નજર રહેશે.