વર્ષ ૨૦૨૪ સુધી દેશને મળશે ૧૦૦ નવા એરપોર્ટ
નવી દિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યુ. બજેટમાં ઉડાન યોજના હેઠળ વર્ષ ૨૦૨૪ સુધી દેશમાં ૧૦૦ એરપોર્ટ તૈયાર કરવાની જાહેરાત કરાઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧.૭ લાખ કરોડ રૂપિયાનું ફંડ નક્કી કરવામાં આવ્યુ છે. આ સિવાય સરકાર અંગત કંપનીઓ સાથે મળીને પીપીપી મોડ હેઠળ ૧,૧૫૦ ટ્રેન ચલાવવા પર વિચાર કરી રહી છે. અંગત સેક્ટર દ્વારા ચાર રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. પર્યટનના મુખ્ય સ્થળોને તેજસ જેવી ટ્રેનોથી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.