Western Times News

Gujarati News

વર્ષ 2020માં Amazon.inમાં 1.5 લાખ નવા સેલર્સ જોડાયા; હિંદી અને તમિલમાં 50,000થી વધુ રજિસ્ટ્રેશન

પ્રતિકાત્મક

ભારતમાં Amazon સાથે વેચાણકર્તા, ડિલિવરી અને લોજિસ્ટિક્સ ભાગીદારો, પડોશના દુકાનદારો, એન્ટરપ્રાઇઝ, ડેવલપર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને લેખકો સહિત 10 લાખથી વધુ એસએમબી કામગીરી કરી રહ્યા છે

● વર્ષ 2020માં 4,152 ભારતીય વેચાણકર્તાઓ 1 કરોડ રૂપિયાના વેચાણનો આંક વટાવી ગયા; કરોડપતિ વેચાણકર્તાઓની સંખ્યામાં 29% વધારો થયો

● Amazon Global Selling પર 70,000થી વધુ ભારતીય નિકાસકારોની સંયુક્ત ઇ-કોમર્સ નિકાસ 2 અબજ ડોલરને પાર કરી દીધા

● ભારતના 1 લાખથી વધુ ડેવલપર્સે વૈશ્વિક સ્તરે Alexa માટે નિર્માણ કરી રહ્યા છે

બેંગ્લુરુ, : Amazon.in એ 2020  સ્મોલ અને મીડિયમ બિઝનેસ (એસએમબી) ઇમ્પેક્ટ રિપોર્ટ પ્રકાશિત કરી છે જેમાં ભારતમાં વેચાણકર્તાઓ, ડિલિવરી અને લોજિસ્ટિક્સ ભાગીદારો, પડોશના દુકાનદારો, એન્ટરપ્રાઇઝ, ડેવલપર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને લેખકો સહિત 10 લાખથી વધુ એસએમબીને કેવી રીતે ફાયદો થાય છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ એસએમબી તેના બદલામાં લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે.

અહેવાલમાં Amazon સાથે કામગીરી કરતા એસએમબી દ્વારા હાંસલ કરવામાં આવેલા કેટલાક મહત્ત્વપૂર્ણ સિમાચિહ્નોને દર્શાવવામાં આવ્યા છે અને તમામ સેક્ટરોમાં ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયો પર ડિજિટાઇઝેશનની અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Amazon Indiaના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ, અમિત અગ્રવાલે કહ્યુ કે, “ભારતમાં Amazon સાથે સંકળાયેલા 10 લાખથી વધુ નાના ઉદ્યોગોને જોતા અમે ગદગદ થયા છીએ. આ વર્ષ અભૂતપૂર્વ રહ્યું છે અને આપણી કામીગીરી કરવાની અને અને જીવન જીવવાની રીતોને પ્રભાવિત કર્યુ છે. તેમ છતાં, પડકારોને દૂર કરવા અને આગળ વધવા માટે અમે અવિરત ઉદ્યોગસાહસિકતાની ભાવના, સર્જનાત્મકતા, સંકલ્પ અને વ્યવસાયો, સર્જકો, લેખકો, વગેરેના અમારામાં વિશ્વાસ મારફતે પ્રેરિત રહીએ છીએ. ટેક્નોલોજી અપનાવવી અને ડિજિટાઇઝેશન એસએમબીને વિસ્તૃત એક્સેસ અને તકો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને અમે તેમની સફળતામાં રોકાણ અને ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.

Amazon Indiaના વાઇસ પ્રેસિડેન્ટ મનિષ તિવારી જણાવે છે કે, “એ જોઈને આનંદ થાય છે કે છેલ્લા વર્ષમાં ભારતભરના ગ્રાહકોએ Amazon સાથે કેવી રીતે જોડાણ કર્યુ, પછી ભલે તેઓને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની હોય, પ્રાઇમ વિડિયો અને કિન્ડલમાંથી ડિજિટલ કન્ટેન્ટનો વપરાશ કરવો, પોતાના રોજિંદ જીવનમાં Alexaનો ઉપયોગ કરવો અને ઘણુ બધુ. આ પડકારરૂપ વર્ષ દરમિયાન, અમે અમારા એસએમબી ભાગીદારોને ગ્રાહકોને સેવા આપવા માટે મદદ કરવા માટે અનેક ઇનોવેશન અને પગલાં રજૂ કર્યા હતા અને તે Amazon સાથે ગ્રાહકનો વિશ્વાસ અને જોડાણ છે જે આ અહેવાલમાં સમાયેલા લાખો ઉદ્યોગસાહસિકો, નાના ઉદ્યોગો અને કન્ટેન્ટ ક્રિયેટર્સની સફળતાને પ્રતિબિંબિત કરે છે.”

આ વર્ષની શરૂઆતમાં, Amazon દ્વારા વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન એસએમબીને ડિજિટાઇઝ કરવા માટે 1 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા, ઇ-કોમર્સને 10 અબજ ડોલરની નિકાસ કરવા માટે સક્ષમ બનાવવા અને 1 મિલિયન વધારાની નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું.

એસએમબી ઇમ્પેક્ટ રિપોર્ટ 2020ની મુખ્ય હાઇલાઇટ્સ

એસએમબી ઇમ્પેક્ટ રિપોર્ટ 2020 ભારતમાં Amazon સાથે કામ કરતા 10 લાખથી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગોની સફળતાની ખાસીયતોને ઉજાગર કરે છે.

એમેઝોન તેમને Amazon.in પર તેમની પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ કરીને, વૈશ્વિક સ્તરે ‘મેડ ઇન ઇન્ડિયા’ની પ્રોડક્ટોની નિકાસ, ડિલિવરી અને લોજિસ્ટિક્સ કંપનીઓ ચલાવવી, તેમના ધંધાની શરૂઆત કરવા અને વધારવા માટે ક્લાઉડ ઉપયોગ કરીને, વોઇસ એપ્લિકેશન્સ બનાવીને, તેમના ધંધાના નિર્માણ અને વિકાસની વિવિધ તકો પ્રદાન કરે છે અથવા તેમના પોતાના પુસ્તકો પ્રકાશિત કરવા.

Amazon.in પર ભારતીય બિઝનેસો સતત વિકાસ કરી રહ્યા છે

• વર્ષ 2020માં 4,152 ભારતીય વિક્રેતાઓ વેચાણમાં 1 કરોડને વટાવી ગયા; કરોડપતિ વિક્રેતાઓની સંખ્યામાં 29% વધારો થયો છે
• Amazon લોન્ચપેડ પર ઇમર્જિંગ બ્રાન્ડે તેમના વ્યવસાયમાં 135% વૃદ્ધિ નીહાળી; સહેલી પ્રોગ્રામ અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકોએ તેમનો વ્યવસાય લગભગ 15 ગણો વધતો જોયો; અને કારીગર પ્રોગ્રામના વણાટકારો અને કલાકારોએ તેમના વ્યવસાયમાં 2.8 ગણો વધારો જોયો
o Amazon Great Indian festival દરમિયાન સમગ્ર ભારતના 6,542 પીન-કોલ્ડના 1,24,000 વેચાણકર્તાઓએ ઓર્ડર મેળવ્યાં
 66,000થી વધુ વેચાણકર્તાઓએ એક દિવસમાં સૌથી વધુ વેચાણ પ્રાપ્ત કર્યું

Amazonના બીટુબી માર્કેટપ્લેસે વેચાણમાં વાર્ષિક તુલનાએ 85 ટકાની વૃદ્ધિ નોંધાવી
• વર્ષ 2020માં તેમના માસિક ઓર્ડર વોલ્યૂમાં 64 ટકાનો વધારો નોંધાવ્યો
• બીટુબી માર્કેટપ્લેસ પર 3.7 લાખથી વધુ વેચાણકર્તાઓ 20 કરોડથી વધુ જીએસટી એન્બેલ્ડ પ્રોડક્ટોની ઓફર કરે છે

Amazon Global Selling program સ્થાનિક, વૈશ્વિક લાવવામાં મદદ કરી રહ્યું છે
• વિશ્વભરની 15 ઇન્ટરનેશનલ Amazon વેબસાઇટ્સ પર હવે વિશ્વભરમાં લાખો ‘મેડ ઇન ઇન્ડિયા’ઉત્પાદનોનું વેચાણ 70,000થી વધુ ભારતીય નિકાસકારો કરી રહ્યા છે
• પ્રોગ્રામમાં ભારતીય એસએમબી અને બ્રાન્ડોની સંયુક્ત નિકાસ 15000 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે; વર્ષ 2019માં, વૈશ્વિક વેચાણના મામલે 800થી વધુ નાના ભારતીય ઉદ્યોગોઓ વેચાણ 1 કરોડને વટાવી ગયા હતા
• વાર્ષિક બ્લેક ફ્રાઇડે દરમિયાન, વૈશ્વિક સ્તરનું સાયબર મેડ સેલ; Global Selling program પર ભારતીય નિકાસકારોએ વેચાણમાં 50 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે
• ભારતીય વેચાણકર્તાઓએ ઉત્તર અમેરિકા,  સંયુક્ત અરબના મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં માંગમાં આશરે ત્રણ ગણી વૃદ્ધિ જોઇ છે

KDP ભારતીય લેખકોને બહુવિધ ભાષાઓમાં સ્વ-પ્રકાશન કરવા અને વિશ્વભરના લાખો વાચકો સુધી પહોંચવા માટે સક્ષમ બનાવી રહ્યું છે
• 30 નવેમ્બર, 2020ના રોજ પૂરા થતાં વર્ષમાં, ભારતીય લેખકોએ KDP પર પ્રકાશિત પુસ્તકો દ્વારા 45 કરોડથી વધુની કમાણી કરી, વાર્ષિક તુલનાએ બે ગણી વૃદ્ધિ
• 30 નવેમ્બર, 2020ના રોજ પૂરા થતાં વર્ષે, સેંકડો સ્વતંત્ર લેખકોએ રોયલ્ટીમાં પ્રત્યેકે 1 લાખથી વધુની કમાણી કરી


Amazon ડિલિવરી અને લોજિસ્ટિક્સ પ્રોગ્રામ દ્વારા ઉદ્યોગસાહસિકો માટે તેમનો વ્યવસાય ઉભો કરવા માટે નવી તકોનું સર્જન કરી રહ્યું છે
• લગભગ 280 ડિલિવરી સર્વિસ પાર્ટનરો છે જે 750 શહેરોમાં 1500થી વધુ સ્ટેશનોનું સંચાલન કરે છે
• લગભગ 240 ટ્રકિંગ પાર્ટનરો Amazon Indiaના મિડલ માઇલ નેટવર્ક સાથે સંકળાયેલા છે, જે દેશભરના ગ્રાહકોને પેકેજોની ડિલિવરીની ખાતરી કરે છે
• 28,000થી વધુ નેબર સ્ટોર્સ (પડોશના દુકાનદારો) આઇ હેવ સ્પેસ પ્રોગ્રામ દ્વારા 350થી વધુ શહેરોમાં અંતિમ માઇલની ડિલિવરીને પૂર્ણ કરે છે, સરેરાશ આવક 12,000 – દર મહિને 15000 રૂપિયા વધારાની આવક સ્વરૂપે

Amazon Easy નવા ઇ-કોમર્સ ગ્રાહકોની માટે ખરીદીમાં મદદ કરવા સક્ષમ છે, આજે ભારતભરમાં 55,000 થી વધુ સ્થાનિક સ્ટોર્સ Amazon Easy સાથે સંકળાયેલા છે
• વર્ષ 2020માં Amazon Easy સાથે સંકળાયેલા નવા સ્ટોર્સની વાર્ષિક 565 ટકાની વૃદ્ધિ
• નોન-મેટ્રો શહેરોમાં 45,500થી Amazon Easy વધુ સ્ટોર્સ લોંચ કરાયા
• ઉત્તરપ્રદેશમાં Amazon Easy સાથે સંકળાયેલા સૌથી વધુ સ્ટોર્સ 11,567 છે, ત્યારબાદના ક્રમે પશ્ચિમ બંગાળમાં 4263 અને મહારાષ્ટ્રમાં 3,887 છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.