વર્ષ 2023 સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડથી વધી જશે
વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશે
- વર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે
- વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે
નવી દિલ્હી – સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 907 મિલિયનને આંબી જશે. આ ભારતની વસ્તીનાં 64 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. વળી ઉપકરણો અને કનેક્શનોમાં વસ્તી કરતાં (1.0 ટકા સીએજીઆર)થી ઝડપથી વધારો (7 ટકા સીએજીઆર) થશે.
આ ટ્રેન્ડ કુટુંબદીઠ અને માથાદીઠ ઉપકરણો અને કનેક્શનની સરેરાશ સંખ્યામાં વધારાને વેગ આપે છે. દર વર્ષે સંવર્ધિત ક્ષમતા અને ઇન્ટેલિજન્સ સાથે વિવિધ સ્વરૂપે જુદાં જુદાં નવા ઉપકરણો પ્રસ્તુત થાય છે અને બજારમાં સ્વીકાર્ય બને છે. સ્માર્ટ મીટર, વીડિયો સર્વેલન્સ, હેલ્થકેર મોનિટરિંગ, પરિવહન અને પેકેજ કે એસેટ ટ્રેકિંગ જેવા M2M એપ્લિકેશનની વધતી સંખ્યા ઉપકરણો અને જોડાણની વૃદ્ધિમાં મુખ્ય પરિબળ તરીકે પ્રદાન કરે છે. વર્ષ 2023 સુધીમાં M2M કનેક્શન કુલ ઉપકરણો અને કનેક્શનમાં 25 ટકા હશે.
છેલ્લાં 50 વર્ષમાં દરેક દાયકામાં અદ્યતન ઇનોવેશન સાથે નવી મોબાઇલ ટેકનોલોજી પ્રસ્તુત થઈ છે. વોઇસ કોલ અને અલ્ટ્રા-હાઈ ડેફિનિશન (યુએચડી) વીડિયો તેમજ વિવિધ ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી (એઆર/વીઆર) એપ્લિકેશન સાથે મોબાઇલ બેન્ડવિડ્થની જરૂરિયાતો બદલાઈ રહી છે.
દુનિયાભરનાં ઉપભોક્તાઓ અને બિઝનેસ યુઝર્સની મોબાઇલ નેટવર્કિંગ માટે નવી માંગો અને અપેક્ષાઓ સતત વધી રહી છે. આ સતત ચાલુ ટ્રેન્ડ સ્પષ્ટપણે મોબાઇલ એપ્લિકેશન્સની સ્વીકાર્યતા અને ઉપયોગને સૂચવે છે. સોશિયલ નેટવર્કિંગ, વીડિયો સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ, બિઝનેસ પ્રોડક્ટિવિટી, ઇ-કોમર્સ અને ગેમિંગ મોબાઇલ એપ્લિકેશન્સની સતત વૃદ્ધિને આગળ વધારશે તથા વર્ષ 2023 સુધીમાં આશરે 46.2 અબજ ડાઉનલોડિંગ મળશે.
સિસ્કો ઇન્ડિયા અને સાર્કનાં મેનેજિંગ ડાયરેક્ટર, સર્વિસ પ્રોવાઇડર્સ સેલ્સ આનંદ ભાસ્કરે કહ્યું હતું કે, “અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા, મોબાઇલની પહોંચ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે એટલે આખા દેશમાં ઇન્ટરનેટ વપરાશ અને ઉપભોગની પેટર્ન્સમાં મોટું પરિવર્તન થશે. કનેક્ટિવિટી અને ઉપભોગની બદલાતી પેટરન્સમાં આ વધારો સર્વિસ પ્રોવાઇડર્સની તેમના ગ્રાહકોને અસરકારક રીતે સેવા પૂરી પાડવાની ક્ષમતામાં પડકાર ઊભો કરશે.
ક્લાઉડ અને અદ્યતન કમ્પ્યુટિંગનો ઉપયોગ કરતું ફ્લેટર અને વધારે સુરક્ષિત નેટવર્ક, તેમજ સતત વધતા નેટવર્કનું મેનેજમેન્ટ કરવા ઓટોમેશન ડિજિટલ દુનિયા સાથે તાલમેળ જાળવવા તેમના માટે આવશ્યક છે. સર્વિસ પ્રોવાઇડર્સ અને ઉદ્યોગસાહસિકો સોફ્ટવેર-પરિભાષિત અને અદ્યતન કમ્પ્યુટિંગ તરફની તેમની સફર જાળવી રાખશે, જે તેમના બિટદીઠ સંપૂર્ણ ખર્ચમાં ઘટાડો કરશે અને ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે.”
સિસ્કો એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટની મુખ્ય બાબતો (2018-2023)
સિસ્કો વાર્ષિક ઇન્ટરનેટ રિપોર્ટમાં પાંચ વર્ષનાં ગાળા (2018-2023) માટે યુઝર્સ, ડિવાઇઝ અને કનેક્શનની વૃદ્ધિ તેમજ નેટવર્ક પર્ફોર્મન્સ અને પ્રસ્તુત ટ્રેન્ડ પર પ્રમાણાત્મક ધારણાઓ સાથે મોબાઇલ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ નેટવર્કિંગની ધારણાઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
- વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર અંગેની ધારણા
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા 907 મિલિયન (વસ્તીનો 64 ટકા) થશે, જે વર્ષ 2018માં 398 મિલિયન (વસ્તીનો 29 ટકા) છે.
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં મોબાઇલ યુઝર્સની કુલ સંખ્યા 966 મિલિયન (વસ્તીનો 68 ટકા) થશે, જે વર્ષ 2018માં 763 મિલિયન (વસ્તીનો 56 ટકા) છે.
- વર્ષ 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વિશ્વની વસ્તી (5.3 અબજ લોકો)ની 66 ટકા હશે.
- વર્ષ 2023 સુધીમાં ભારતીય ઉપકરણો અને કનેક્શનની ધારણા
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ છે, જે વર્ષ 2018માં 1.5 અબજ છે (7 ટકા સીએજીઆર).
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં 1.4 અબજ મોબાઇલ કનેક્ટેડ ડિવાઇસ હશે, જે વર્ષ 2018માં 1.1 અબજ છે (4.2 સીએજીઆર).
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં 697.4 મિલિયન વાયર્ડ/વાઇ-ફાઈ કનેક્ટેડ ડિવાઇઝ હશે, જે વર્ષ 2018માં 359.8 મિલિયન છે (14.2 ટકા સીએજીઆર)
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં M2M મોડ્યુલ્સ તમામ નેટવર્ક ડિવાઇઝનાં 25 ટકા (524.3 મિલિયન) હિસ્સો ધરાવશે, જે વર્ષ 2018માં 12 ટકા (175.0 મિલિયન) છે (24.5 ટકા સીએજીઆર).
- ભારતમાં વર્ષ 2023 સ્માર્ટફોન તમામ નેટવર્ક ડિવાઇઝમાં 38 ટકા (781.0 મિલિયન) હિસ્સો ધરાવશે, જે વર્ષ 2018માં 42 ટકા (610.9 મિલિયન) છે (5 ટકા સીએજીઆર).
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં તમામ નેટવર્ક ડિવાઇઝમાં કનેક્ટેડ ટીવીનો હિસ્સો 12 ટકા (255.8 મિલિયન) છે, જે વર્ષ 2018માં 10 ટકા (152.2 મિલિયન) છે (10.9 ટકા સીએજીઆર).
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં તમામ નેટવર્ક ડિવાઇઝ 78 ટકા હશે, જે વર્ષ 2018માં 83 ટકા છે. તમામ નેટવર્ક ડિવાઇઝમાં 22 ટકા બિઝનેસ સેગમેન્ટમાં હશે.
- વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલની ધારણા
- તમામ નેટવર્ક ડિવાઇઝનો 66 ટકા હિસ્સો મોબાઇલ-કનેક્ટેડ હશે (3જી અને એનાથી નીચે, 4જી, 5જી, અથવા લો પાવર વાઇડ એરિયા (એલપીડબલ્યુએ)).
- વર્ષ 2023 સુધીમાં કુલ 5જી કનેક્શનમાં 67.2 મિલિયન હશે, 20 કનેક્શનમાં એક કનેક્શન 5જી હશે
- વર્ષ 2023 સુધીમાં કુલ મોબાઇલ કનેક્શનમાં 4જી કનેક્શનનો હિસ્સો 53.1 ટકા હશે, જે વર્ષ 2018 કરતાં 2ગણો વધારો હશે.
- 3જી અને એનાથી નીચેના કનેક્શન કુલ મોબાઇલ કનેક્શનનો હિસ્સો 38.7 ટકા હશે
- વર્ષ 2023 સુધીમાં ભારતમાં મોબાઇલ એપ્લિકેશન
- ભારતમાં વર્ષ 2023 સુધીમાં 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018 સુધીમાં 20.7 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે (17.4 ટકા સીએજીઆર).
- વર્ષ 2023 સુધીમાં 17.8 અબજ સોશિયલ નેટવર્કિંગ, મેસેજિંગ, મીડિયા, ઉત્પાદકતા અને ઇ-કોમર્સ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 9.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે (14.1 ટકા સીએજીઆર).
- વર્ષ 2023 સુધીમાં 10.5 અબજ ગેમિંગ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 6.4 અબજ મોબાઇલ એપ્લિકેશનનું ડાઉનલોડિંગ થયું છે (10.5 ટકા સીએજીઆર).
- વર્ષ 2023 સુધીમાં અન્ય કેટેગરીમાં (બિઝનેસ સહિત) 17.9 અબજ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જ્યારે વર્ષ 2018માં 5.2 અબજ મોબાઇલ એપ્લિકેશનનું ડાઉનલોડિંગ થયું છે (28.3 ટકા સીએજીઆર).
સિસ્કો એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ ફોરકાસ્ટ
સિસ્કો એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાષ્ટ્રીય-સ્તરે આગાહી/વિશ્લેષણ પ્રસ્તુત કરે છે, જે ડિજિટલ પરિવર્તનનું મૂલ્યાંકન કરે છે અને સિસ્કો વિઝ્યુઅલ નેટવર્કિંગ ઇન્ડેક્સ (વીએનઆઈ) ફોરકાસ્ટ તૈયાર કરનાર એનાલીસ્ટ ટીમે તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ, વાઇ-ફાઈ અને મોબાઇલ (3જી અને એનાથી નીચે, 4જી, 5જી) નેટવર્કિંગને આવરી લે છે. પ્રમાણાત્મક ધારણાઓ ઇન્ટરનેટ યુઝર્સ, ડિવાઇઝ અને કનેક્શન તેમજ નેટવર્ક પર્ફોર્મન્સ તથા નવી એપ્લિકેશન જરૂરિયાતો પર પ્રદાન કરવામાં આવી છે. પ્રમાણાત્મક એનાલીસિસ અને આકારણી ચાર સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં પૂરી પાડવામાં આવે છેઃ એપ્લિકેશન, સીક્યોરિટી, માળખામાં પરિવર્તન તથા કર્મચારીઓ અને ટીમોને સક્ષમ બનાવવા.
સિસ્કો એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટની પદ્ધતિ
વર્ષ 2018થી વર્ષ 2023 સુધીનાં સિસ્કો એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ™ સ્વતંત્ર ધારણાઓ તથા સિસ્કોની પોતાની બૌદ્ધિક સંપત્તિ પર નિર્ભર છે. વિસ્તૃત પદ્ધતિની વિગતમાં સંપૂર્ણ રિપોર્ટ સામેલ છે. સિસ્કો® એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટનો ઉદ્દેશ દુનિયાની વિવિધ સરકારોના વ્યવસાયમાં વૃદ્ધિ, નેટવર્ક નિયમનકારકો, એકેડેમિક સંશોધકો, ટેલીકમ્યુનિકેશન્સ કંપનીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગ/બિઝનેસ પ્રેસ તેમજ એનાલીસ્ટ માટે ઉદ્યોગનાં ભરોસાપાત્ર પાસાં પ્રદાન કરવાનો છે.