વર-કન્યાની એન્ટ્રીમાં દુર્ઘટના, ૧૨ ફૂટ ઊંચાઈએથી પડ્યા
રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક લગ્ન સમાંરભમાં વર-કન્યા દુર્ઘટનાનો શિકાર બની ગયા. સ્ટેજ પર એન્ટ્રી લેતી વખતે હાર્નેસ તૂટી જતાં બંને ઉંચાઈએથી સ્ટેજ પર પડી ગયા. જાેકે, રાહતની વાત એ છે કે તેમને બહુ ઈજા નથી પહોંચી. હોટેલમાં આયોજિત આ લગ્ન સમારંભમાં થયેલી આ દુર્ઘટનાને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ પોતાની ભૂલ માની છે. સૂત્રો મુજબ, પરિવારે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
બીજી તરફ દુલ્હા-દુલ્હન સાથે થયેલી આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્નનો માહોલ ચકાચોંધથી ભરેલો હતો અને વર-કન્યાએ સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી લેવાની હતી. તેમને હાર્નેસના માધ્યમથી સ્ટેજ પર ઉતારવામાં આવી રહ્યા હતા, પણ અચાનક હાર્નેસ તૂટી જતાં તેઓ બીજું કંઈ વિચારે એ પહેલા ૧૨ ફૂટની ઊંચાઈ પરથી ધડામ દઈને નીચે પડ્યા.
જાેકે, કોઈ મોટી ઈજાનો મામલો સામે નથી આવ્યો. કપલને મામૂલી ઇજાઓ થઈ છે. આ ઘટના બાદ લગ્નમાં આવેલા મહેમાનો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પર રોષે ભરાયા હતા. જાેકે, એ પછી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવાઈ ન હતી તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લગ્નની સીઝન છે ત્યારે આવા વિડીયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યા છે. થોડા સમય પહેલા કપલનો જેસીબી પરથી એન્ટ્રી મારતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં જેસીબીની ભૂલના કારણે દુલ્હા-દુલ્હન ધડામ દઈને નીચે પડી જાય છે. અને હવે છત્તીસગઢનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના રાયપુરના તેલીબાંઘા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં થઈ હતી. અહીં આયોજિત ભવ્ય સમારંભની જવાબદારી એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપવામાં આવી હતી. ગીત-સંગીત અને જશ્નના માહોલ વચ્ચે સ્ટેજ પર વર-વધૂને ગોળ રિંગમાંથી હાર્નેસના માધ્યમથી નીચે ઉતારવામાં આવી રહ્યા હતા કે અચાનક હાર્નેસ તૂટતા તેઓ પડી ગયા. એ પછી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને ચારેબાજુથી લોકો સ્ટેજ પર દોડી આવ્યા.SSS