વલસાડઃ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર ૫૦૦ બાળકોને સહાય

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ઁસ્ કેર ફંડ અને મુખ્યમંત્રી ફંડ હેઠળ જિલ્લામાં કોરોના સમયે માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર ઝીરો થી ૧૮ વર્ષના ૫૦૦ જેટલા બાળકોને સહાય અપાવી ગુજરાત માટે નોંધપાત્ર કામગીરી કરી છે. જેને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સરાહનીય ગણાવી છે.
વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી ૧૮ વર્ષના બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને માતાપિતા સમાન હુંફ આપી છે.
જેમની આ કામગીરીના અભિનંદન પાઠવવા ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીની મુલાકાત લઈ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકી અને તેમની ટીમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ ,વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કામગીરી અંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, બાળ સુરક્ષા એકમમાં કામગીરી માટે જે ભરતી પ્રક્રિયા થાય છે. તે જજાેની પેનલ દ્વારા કરવામાં આવે છે. જેઓ દરેક સમાજમાંથી આવે છે.
અને દરેક સમાજના બાળકોના જે પ્રશ્નો હોય છે. તેને સાંભળીને તેનું નિરાકરણ કરે છે. વલસાડ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિએ કોરોના કાળ દરમ્યાન અને હાલમાં પણ સારી કામગીરી કરી ગુજરાતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
તો, જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી ૧૮ વર્ષનાં ૫૦૦ બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને હૂંફ સાથે આર્થિક સહાય પ્રદાન કરી છે.
કોરોના કાળમાં માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર જિલ્લાના ૫૦૦ બાળકોને મુખ્યમંત્રી ફંડમાંથી ૨૦૦૦ રૂપિયાની અને ઁસ્ કેર ફંડ હેઠળ દર મહિને ૪ હજારની સહાય પૂરી પાડી છે. જિલ્લાના ૩ બાળકોને ૨૩ વર્ષની ઉંમરના ના થાય ત્યાં સુધી ૧૦ લાખની સહાય અપાવી મહત્વની કામગીરી કરી છે.