Western Times News

Gujarati News

વલસાડના ડો. કલ્પેશ જાષીએ સૌથી અઘરી સાયક્લિંગ સ્પર્ધા પૂર્ણ કરી

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના તબીબ ડો. કલ્પેશ જાષીએ, ગત ૧૮.૮.૧૯ થી રર.૮.૧૯ સુધી યોજાયેલ. પેરીસ- બ્રેસ્ટ- પેરીસની દુનિયાની અઘરી ગણાતી સાયક્લિંગ સ્પર્ધાઓ પૈકીની એક જે ૧રપ૦ કીમી લાંબી છે અને જે ફ્રાન્સના પહાડી વિસ્તારોમાં થાય છે. જેમાં ફ્રાન્સના પેરીસ શહેરથી બ્રેસ્ટ સુધી જઈ ત્યાંથી પરત પેરીસ આવવાનું હોય છે. આ રૂટ પહાડી હોવાથી કુલ લગભગ ૧ર૬૦૦ મીટર જેટલું એલિવેશન હોય છે. તદુપરાંત રાત્રી દરમિયાન ત્યાંનું તાપમાન ૪ સે અને દિવસે ૩૮ સે જેટલું હોય છે તથા સામેથી નિરંતર ઠંડો પવન આવતો હોય છે.

આ સ્પર્ધા દર ચાર વર્ષે યોજાતી હોય છે, જેમાં વિશ્વભરમાંથી લગભગ ૭૦૦૦ જેટલા સાયકલીસ્ટો આવતા હોય છે, ભારતમાંથી આ વર્ષે લગભગ ૩ર૪ જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી લગભગ ૭૬ જેટલા સાયકલીસ્ટો આ સ્પર્ધા પૂર્ણ કરી શકયા હતા. દક્ષિણ ગુજરાતમાંથી આ કઠિન સાયક્લિંગ ઈવેન્ટ પૂર્ણ કરનાર ડો. કલ્પેશ જાષી પ્રથમ સાયકલીસ્ટ છે. ડો. કલ્પેશ જાષીએ ર૦૧૭, ર૦૧૮ માં વિશ્વની સૌથી અઘરી ગણાતી ૯૦ કીમીની આફ્રિકા પાસે યોજાતી કોમરેડ્‌સ સ્પર્ધા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ડો. કલ્પેશ જાષી વલસાડ ખાતે “વલસાડ રેસર્સ” ગ્રુપ ચલાવે છે. જે દર વર્ષે રનિંગ / સાયક્લિંગ અંગેની અનેક સ્પર્ધાઓનું આયોજન કરે છે અને “વલસાડ રેસર્સ ગ્રુપ” થકી વલસાડમાં રનિંગ / સાયક્લિંગ અંગે લોકોમાં ખુબ જ જાગૃતિ આવી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.