વલસાડના ધરમપુર માર્કેટમાં તોતાપુરી કેરીનું આગમન
અથાણાંની કેરીના પાકમાં ૨૦થી ૨૫ ટકાના ઘટાડાને લઇ ૫૦ % ભાવ વધ્યાં
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ ના ધરમપુર માર્કેટમાં આ વર્ષની સિઝનની તોટાપુરી કેરી પગરણ થતાં કેરી ના રસિયાઓ મા આનંદ ની લાગણી જાેવા મળી હતી જાેકે .ખાવાલાયકજગવિખ્યાત કેસર-હાફૂસ સહિત અન્ય કેરી માટે હજી એક મહિનો રાહ જાેવી પડશેચાલુ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી ખેડૂતોને મોઘો ભાવ મળતા ફાયદો થવા ના અનુમાન છે.
વલસાડ જિલ્લા ના ધરમપુરમાં આ વર્ષે કેરી પાકમાં સંભવિત નુકશાનની વચ્ચે તોતાપુરી કેરીનું આગમન થયું છે. ૧૨૦૦ રૂપિયા પ્રતિ મણ વેપારીએ ખેડૂત પાસે ખરીદી છે. આમ મોડી શરૂ થનારી સિઝનની વાત વચ્ચે ૨૦ એપ્રિલ પછી આવક શરૂ થવાની આશા વેપારીએ વ્યકત કરી છે.
ધરમપુર પંથકમાં કામોસમી વરસાદ તથા વાદળછાયા વાતાવરણ તેમજ ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર થતા આ વર્ષે ઓછો પાક ઉતરવાની શકયતા ખેડૂતો, વેપારીએ વ્યકત કરી છે. એપ્રિલમાં ધરમપુરમાં એક્સપોર્ટની કેસર, અથાણા લાયક રાજાપુરીની ખરીદી માટે જાેવા મળતા મુંબઈના વેપારીઓ માલની આવક નહીં હોવાથી હજી આવ્યા નથી.
આ અંગે કરીના વેપારી શક્તિસિંહ રાવલજી કહે છે વેપારીઓ અહીં આવવાના સ્થાને ફોનની માહિતી લઈ રહ્યા છે. આ સમયે દૈનિક ૪૦થી ૫૦ મણ કેસર,રાજપુરી, તોતાપુરી, દેશીની આવક શરૂ થઈ જતી હતી.
અને વેપારીઓ પણ આવી જતા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષે ઘણી ઓછી કેરી હોવાને લઈ ભાવ ઊંચા રહી શકે એમ છે. જાેકે ધીમે પગલે ચાર પાંચ મણથી આવક શરૂ થતા આ વર્ષે કેરી પાકમાં થયેલા નુકશાન વચ્ચે વેપારીએ માલની આવક વધવાની આશા વ્યક્ત કરી છે.