વલસાડના મુળી ગામમાં ૯પ વર્ષના પિતાને પુત્રએ ઢસડીને માર માર્યો
વલસાડ: મૂળી ગામે પોતાના એક પૂત્રના ઘરે રહેતા ૯૫ વર્ષીય બિમાર દાદા બીજા પૂત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકાએ દાદાને માર મારી ઘસડીને ઘરે લઇ જતાં પૌત્રએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે. તમે તો ઢોર છો,બાપને એક રોટલો ખવડાવતા નથી તેમ પૌત્ર અને તેના પિતાને કહી ગાળો આપી કાકાએ બિમાર પિતાને માર મારતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.
વલસાડ તાલુકાના મૂળી ગામે રહેતા પૌત્ર રાજુભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના દાદા ભીખાભાઇ તેમના પૂત્ર એવા કાકા રમણભાઇના ઘરે રહે છે.૧૫ જૂને દાદા પૌત્ર રાજૂભાઇના ઘરે આવી રાજુ મને બચાવી લે તારા કાકા મને ખુબ મારે છે અને મારી નાંખવાનો છે મારી તબિયત સારી નથી,મને હોસ્પિટલ પણ નથી લઇ જતો
જેથી મારે તેની સાથે નથી રહેવું,તારા ઘરે જ રહેવુ છે તેવું જણાવ્યું હતું.તે વખતે જ જેની સાથે રહેતા હતા તે રાજૂના કાકા અને દાદાના પૂત્ર રમણભાઇએ આવીને દાદાને ઘરમાથી પકડી બહાર ધસડી જઇ ઝાપટ મારી ઢીક્કા મૂક્કીનો માર માર્યો હતો.દાદાને માર મારતા પૌત્ર રાજૂએ રૂરલ પોલિસ મથકે કાકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.