વલસાડના શંકરતળાવ ગામની બાલાજી વેફર્સ કંપની હાલ પૂરતી બંધ રાખવાની ગ્રામજનોની માંગણી
વલસાડ, વલસાડ તાલુકાના ડુંગરી ગામે જી આર ડી ના એક યુવાન કોરોનો વાયરસમા સપડાતા આજુબાજુના ગામોને કટેઈમેન્ટઝોન તરીકે જાહેર કરાયા છે આ સ્થિતિ મા ડુંગરી નજીક ના શઁકરતળાવ ગામ મા આવેલી બાલાજીવેફર્સ નામની કંપનીને અમુક શરતો ને આધીન શરૂ કરવાની મંજૂરી સરકારે આપી છે
આ સંજોગો મા કોરોનો વાયરસ નો ફેલાવો ન થાય તે માટે આ કંપની ને શરૂ કરવાની મજૂરી રદ કરવા મા આવે એવી માંગણી ગામના સરપંચે કરી છે જે અંગે જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળે છે
વલસાડ જિલ્લા કલેકટર ને કરાયેલી રજુઆત મા જણાવાયું છે કે હાલ સમગ્ર વિશ્વ કોવિડ-19 કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે,ત્યારે ભારત સરકાર દ્વારા તારીખ 03/05/2020 સુધી બીજા તબક્કા નું લોકડાઉન જાહેર કરેલ હોય…સાથે તારીખ 26 એપ્રિલ થી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કંપનીઓ ને શરતી મંજૂરીએ શરૂ કરવા સૂચનો આપ્યા હોય ત્યારે વલસાડ તાલુકાના ડુંગરી ગામે હાલ ચાર દિવસ પહેલા એક જી.આર.ડી ના જવાન ને કોરોના વાયરસ નું પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડુંગરી તથા આજુબાજુ ગામો ને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું
સાથે 7કિલોમીટર ત્રિજ્યાને બફર ઝોન જાહેર કરવામાં આવ્યું હોય તો શંકરતળાવ ગામ ડુંગરી ગામના બરોબર લગોલગ આવ્યું હોય અને ગામના મુખ્ય હાઇવેપર જ બાલાજી વેફર્સ નામની કંપની હોય અને એ કંપની તારીખ 26-04-2020 ના રોજ થી શરૂ કરવાના આદેશ હોય તો આ કંપની ને તત્કાલિક ધોરણે બંધ કરવા લેખિતમાં વિન્નતી છે.
કારણ કે આ કંપનીમાં વલસાડ સહિત નવસારી, તથા બાજુગામોમાંથી કામદારો આવવાના હોય અને જો કોઈ કર્મચારીઓને કોરોના જેવા જીવલેણ રોગ પોઝિટિવ આવે તો જવાબદાર કોણ..? જેથી ગ્રામજનો માંગ કરીએ છીએ કે જો અમારું ગામ બફરઝોનમાં આવતુ હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.