વલસાડની મ્યુનિસિપલ હોસ્પીટલને કોવિડ હેલ્થ સેન્ટર બનાવવાની કામગીરી શરૂ
વલસાડ, વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ને આરોગ્ય વિભાગે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે.જોકે આ ભવિષ્ય માટેનું આગોતરું આયોજન છે.તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું..
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ને જિલ્લા આરોગ્ય વિભાગે કોવિડ હોસ્પિટલમાં ફેરવવા કામગીરી શરૂ કરી છે.47 બેડ ધરાવતી આ હોસ્પિટલ માં 80 બેડની સુવિધા આવનારા સમયમાં ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે.
સાથે અટગામના સી.એચ.સી ને પણ કોવિડ કેર બનાવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે..આરોગ્ય વિભાગ ના જણાવ્યા મુજબ આ તૈયારી ભવિષ્ય માટેની છે.જો કદાચ કોરોનાના કેસો વધે તો જે દર્દીઓ સીમમેટિક હોઈ અને તેમજ જેમને સારવારની વિશેષ જરૂર ન હોઈ એવા દર્દીઓને વલસાડ કોવિડ હોસ્પિટલમાં રાખવામાં આવશે,જ્યારે પોઝિટિવ દરદીના સંપર્ક માં આવનાર વ્યક્તિઓના સેમ્પલો લીધા હોઈ તેમને અટગામ સી.એચ. સી માં રખાશે.
જો તેમના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે.પરંતુ જો પોઝિટિવ આવશે તો મ્યુનિસિપલ હોસ્પિટલમાં રાખવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક અધિકારી ડો.મનોજ પટેલે જણાવયુ કે આગોતરા આયોજનના ભાગરૂપે પાલિકા હોસ્પિટલ ને કોવિડ હોસ્પિટલ માં તબદીલ કરવા કામગીરી હાથ ધરાઈ છે.હાલે 48 બેડ છે,જેને વધારી 80 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે.