Western Times News

Gujarati News

વલસાડની સરકારી ઇજનેરી કૉલેજ ખાતે મેગા પ્‍લેસમેન્‍ટ ફેર યોજાયો

૨૮૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો  : વિનય, વિવેક તથા વર્તર્ણુક આ ત્રણ ગુણોને પોતાનો સ્‍વભાવ બનાવી લક્ષ્ય પ્રાપ્‍ત કરો- વન અને આદિજાતિ રાજ્‍યમંત્રીશ્રી રમણલાલ પાટકર

વલસાડઃ : વલસાડ જિલ્લાના સરકારી ઇજનેરી કોલેજ ખાતે વન અને આદિજાતિ રાજ્‍યમંત્રીશ્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયેલા મેગા પ્‍લેસમેન્‍ટ ફેરમાં ૨૮૦૦થી વધારે ઉમેદવારો તથા ૧૨૧ વિવિધ ક્ષેત્રની કંપનિઓ તથા ઇન્‍ડસ્‍ટ્રીઓ આવ્‍યા હતા.

કાર્યક્રમમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ભારત દેશ યુવાનોને પ્‍લેસમેન્‍ટ આપવામાં વિશ્વમાં પાંચમાં ક્રમે છે, જે ગર્વની બાબત છે. દેશના યુવાનો વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવી દેશની પ્રગતિમાં સાથ આપી રહ્યા છે. જીવનમાં વિનય, વિવેક તથા વર્તણૂંક આ ત્રણ વસ્‍તુઓને પોતાનો સ્‍વભાવ બનાવવો જોઇએ. આ ત્રણ ગુણ જેમાં હોય છે, તે કપરી પરિસ્‍થિતીમાં પણ પ્રગતિ સાધી શકે છે, અને પોતાનું નિર્ધારિત લક્ષ હાંસલ કરી શકે છે.

વલસાડ સાંસદ ડૉૅ.કે.સી પટેલે જણાવ્‍યું કે શિક્ષણએ અનંત પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓએ સતત શિખતા રહેવાની વૃતિ કેળવવી જોઇએ એમ સમજાવી ઉમેદવારો તથા નોકરીદાતાઓને મેગા કેમ્‍પમાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જણાવ્‍યું હતું કે, નોકરી મળ્‍યા બાદ તેમાં રસ લઇને કામ કરવું જોઇએ. કૉલેજ દરમિયાન જ વિદ્યાર્થીએ પોતાના જીવનનું વિઝન, મિશન અને ગોલ નક્કી કરી લઇ તેને મેળવવા સતત પ્રયત્‍નશીલ રહેવું જોઇએ. કાર્યક્રમમાં જોબ માટે પસંદગી પામેલા ઉમેદવારોને મંત્રીશ્રી અને ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે અપોઇન્‍ટમેન્‍ટ ઓર્ડર એનાયત કરાયા હતા. પ્‍લેસમેન્‍ટ ફેર બુકનું વિમોચન કરાયું હતું.

આ ફેરમાં પ્‍લેસમેન્‍ટ કેમ્‍પના ઝોનલ અફિસર અને કોલેજના આચાર્ય ડૉ.વી.એમ.પુરાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન ટંડેલ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.