Western Times News

Gujarati News

વલસાડમાં તલાટી કમ મંત્રી ૫૦૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

પ્રતિકાત્મક

(એજન્સી) સુરત, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ શનિવારે વલસાડની વટાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપીએ બાંધકામ પ્રોજેક્ટ માટે અરજદારને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે પૈસાની માંગણી કરી હતી.

એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે વલસાડના સાંઈ લીલા મોલ પાસે ફરિયાદી પાસેથી પૈસા સ્વીકાર્યા બાદ તરત જ કેવલ શાહની ધરપકડ કરી હતી. વલસાડ દાંડ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.વસાવા દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છઝ્રમ્ના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સક્સેનાએ ટ્રેપમાં મદદ કરી હતી

જ્યારે ઇન્ચાર્જ મદદનીશ નિયામક છઝ્રમ્ એ.કે. ચૌહાણના અંડરમાં ટ્રેપનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના વટાર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રીએ કંપનીના બાંધકામ માટે એનઓસી આપવા ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયો હતો.

એસીબીના પીઆઇ ડી.એમ.વસાવાને એક નાગરિકે ફરિયાદ કરી હતી કે, પરિચિતની કંપનીના બાંધકામ માટે એનઓસી મેળવવા વાપીના વટાર પંચાયતમાં અરજી કરી હતી. જે માટે તલાટી કમ મંત્રી કેવલ મિનેષકુમાર શાહને મળતા એનઓસી મેળવવા વ્યવહારમાં રૂ.૫૦,૦૦૦ની માંગણી કરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.