વલસાડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

પ્રતિકાત્મક
વલસાડ, વલસાડ જિલ્લામાં બુટલેગરો પર પોલીસની લાલ આંખ છે છતાંપણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. ગઈકાલે એટલે કે, મંગળવારે મોડીરાત્રે વલસાડના તિથલ રોડ પર આવેલા એમ સ્ક્વેર મોલની સામેના રોડ પર મોપેડ પર વિદેશી દારૂની બાટલીઓની હેરાફેરી કરતા બે ખેપિયાઓ પુરઝડપે મોપેડ હંકારી જતા હતા. તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા ઝોમેટોના બાઈક સવાર ડિલિવરી બોયને અડફેટે લીધો હતો.
આથી ડીલીવરી બોય ઈજાગ્રસ્ત થયો હતો. જાેકે, અકસ્માતને કારણે મોપેડ પર ખુલ્લામાં જ દારૂ લઈ જઈ રહેલા ખેપિયાઓના કબજામાંથી દારૂની બોટલો રોડ પર પટકાઈ ગઇ હતી.
આ જાેતા રસ્તા પર થી પસાર થતા લોકો પણ એકઠા થયા હતા. જાેકે, ડિલીવરી બોયની સતર્કતાથી વલસાડ પોલીસે આ બંને યુવાનોને ઝડપી પાડ્યા છે. દારૂની હેરાફેરી કરી રહેલા ખેપિયાઓ રોડ પર વિખેરાયેલા દારૂના જથ્થા અને બોટલોને ફરી પાછા એકઠી કરી અને ફરાર થતાં કેમેરામાં કેદ થયા છે.
ખેપિયાઓએ અડફેટે લીધેલ ડીલીવરી બોય ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ તેણે હિંમત કરીને અને વિદેશી દારૂની હેરાફેરી કરી અને રોડ પર પડેલી દારૂની બાટલીઓને એકઠી કરી ફરાર થતાં ખેપિયાઓને મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા. અકસ્માત સર્જયા બાદ ડિલીવરી બોયે ખેપિયાઓ પાસે ઈજાગ્રસ્ત થયો હોવાથી સારવાર અને તેને થયેલા ખર્ચાનું નુકસાનના વળતરની માંગ કરી હતી.
જાેકે, તેમ છતાં ખેપીયાઓ તેને જવાબ આપ્યા વગર રસ્તા પર પડેલી દારૂની બાટલીઓને એકઠી કરી અને ફરાર થયા હતા. જાેકે, ફરાર થવામાં ખેપિયાઓએ બે બે વખત દારૂનો જથ્થો ભરેલા બોક્સ મોપેડ પરથી નીચે પટકાયા હતા. તેમ છતાં શક્ય બને તેટલી દારૂની બાટલીઓ એકઠી કરી અને તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આથી ઇજાગ્રસ્ત ડીલીવરી બોય બનાવ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરી અને ફરાર થઈ રહેલા બુટલેગરના ખેપીયાઓને ઝડપી પાડ્યા હતા. આ ખેપિયાઓ થોડે દૂર જઈ અને દારૂ સંતાડી ભાગવા જતા હતા ત્યારે જ પોલીસ પહોંચી ગઈ અને બંને ને દબોચી લીધા હતા.
તેમની વિરુધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે, અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયેલા ડીલીવરી બોયે વિદેશી દારૂની હેરાફેરી અને રોડ પર પટકાયેલી રોડ પર દારૂની બોટલોને ફરી એકઠી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ રહેલા ખેપિયોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.SSS