વલસાડમાં પંચાયતના સભ્યની બિલ્ડરે બર્થ-ડે પાર્ટી યોજી, ૮૦ લોકો સામે ગુનો દાખલ

વલસાડ, રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
પરંતુ ઘણા લોકો એવા છે કે, જે નિયમોનું પાલન કરતા નથી અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરીને અલગ-અલગ કાર્યક્રમોની ઉજવણી કરે છે અને તેમાં લોકોને એકઠા કરે છે. જ્યારે આ વાત પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનારા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ત્યારે આવી જ ઘટના વલસાડના યોજવામાં આવેલી બર્થ-ડે પાર્ટીમાં સામે આવી છે કે, જ્યાં બિલ્ડર અને પંચાયતના સભ્ય દ્વારા એક પાર્ટીનું આયોજન કરતાં પોલીસ દ્વારા ૮૦ લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર વલસાડ જૂજવામાં સુનિલ પટેલ નામના પંચાયતના સભ્યનો બર્થ-ડે હોવાના કારણે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બર્થ-ડે પાર્ટીમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હતો. જૂજવાની કન્સ્ટ્રકશન સાઈડ પર આ બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્ઢત્નના તાલે કેટલાક લોકો ઝૂમ્યા હતા.
બર્થ-ડે પાર્ટીમાં હાજર રહેલા લોકોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યો ન હતો. આ ઉપરાંત બર્થ-ડે પાર્ટીમાં સામાજિક અંતરના નિયમનો ભંગ પણ થયો હતો.
આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ત્યારે વલસાડ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે એપેડેમીક એક્ટ અનુસાર ૮૦ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા બર્થ-ડે બોય સહિત ૧૦ સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી હતી.
તેમાં પોલીસે બર્થ-ડે બોય સહિત ૭ લોકોની ધરપકડ કરી હતી અને સુરતના ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બર્થ-ડે પાર્ટી બિલ્ડર બીપીન પટેલ ની સાઈટ પર યોજવામાં આવી હતી અને ગ્રામ પંચાયતના સભ્ય દિનેશ પટેલના જન્મદિવસ નિમિત્તે બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બર્થ-ડે પાર્ટીને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. મહત્ત્વની વાત છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. તેથી વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.HS