વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત રન ફોર સેવ ગર્લ ચાઇલ્ડ એન્ડ સેફટી વુમન મેરેથોન યોજાઇ
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૦૧: વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, ઓબટેસ્ટ્રીકસ અને ગાયનેક સોસાયટી, વલસાડના ઉપક્રમે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત યોજાયેલી રન ફોર સેવ ગર્લ એન્ડ સેફટી વુમન મેરેથોડ દોડને બાઇ આવાંબાઇ હાઇસ્કૂલના મેદાન ખાતેથી જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ વલસાડ શહેરના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઇ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને બેટી બચાઓ, બેટી પઢાઓનો સંદેશો વહેતો કર્યો હતો. મેરેથોન શરૂ થતાં પહેલાં ઉપસ્થિતોએ બેટી બચાઓ, બેટી પઢાઓના શપથ લીધા હતા. મેરેથોન બાદ પ્રોટીનયુક્ત પીણાનું વિતરણ કરાયું હતું.
આ અવસરે વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે સરકારના બેટી બચાઓ બેટી બચાઓ ઝુંબેશમાં સહયોગી સંસ્થા અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ સોનલબેન સોલંકીએ દીકરીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની રહી હોવાનું જણાવી દીકરીઓને પ્રોત્સાહન આપવા સરકારના બેટી બચાઓ બેટી બચાઓ અભિયાનના સમર્થનમાં સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
આ મેરેથોન દોડમાં બાળ વિકાસ અધિકારી કે.સી.કણજરીયા, ઓબસ્ટેટ્રીકસ એન્ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડૉ.યોગિની રોલેકર સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.